મોબાઇલની લત છોડાવા માટે ટીચરે નીકાળ્યો અનોખો આઇડિયા, કર્યુ એવું નાટક કે ફોન અડવાથી પણ ડરવા લાગ્યા બાળકો- જુઓ વીડિયો

મેમની હાલત જોઇ ડરી ગયા બાળકો, નથી અડતા ફોન- મોબાઇલ છોડાવવાની અનોખી રીત

આજકાલના બાળકો નાની ઉંમરથી જ મોબાઈલ ફોનના વ્યસની બની જાય છે. ઘણી વખત માતા-પિતા તેમના બાળકોને વ્યસ્ત રાખવા માટે ફોન આપતા પણ હોય છે, પરંતુ તેના પરિણામો ઘાતક આવે છે. આગળ જતાં બાળકોને ફોનની આદતમાંથી મુક્તિ અપાવવી એ માતા-પિતા માટે એક મોટો પડકાર બની જાય છે.

આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના બદાયૂંમાં એક શાળાએ બાળકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો. શાળામાં, શિક્ષકો વાસ્તવમાં બાળકોને ફોનથી દૂર રાખવા માટે એક નાટક રજૂ કરે છે. વીડિયોમાં તમે જોશો કે એક શિક્ષક આંખે પાટા બાંધીને આવે છે. રડતા રડતા તે જણાવે છે કે આગલા દિવસે ઘણી વખત ફોન જોયો હતો, તેથી તેની આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે.

બાળકો શિક્ષક સામે આશ્ચર્યથી જુએ છે. બાદમાં, જ્યારે શિક્ષકો બાળકોને ફોન જોવા માટે આપે છે, ત્યારે બાળકો ના પાડે છે. વીડિયોમાં ઘણા બાળકો આશ્ચર્યચકિત જોવા મળે છે. જ્યારે શિક્ષકે તેમને પૂછ્યું કે શું તે ભવિષ્યમાં ફોનનો ઉપયોગ કરશે, તો તેઓએ ના પાડી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને હજારો લાઈક્સ પણ આવી છે.

Shah Jina