“જિંદગીમાં બહુ ટેંશન છે…” એમ કહીને શિક્ષકે સ્કૂલમાં જ બનાવ્યો પેગ અને ગટગટ પી ગયો… વાયરલ થયો વીડિયો

Teacher Drink Liquor In School : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે ઘણીવાર સરકારી શાળામાંથી પણ શિક્ષકો દ્વારા કરવામાં આવતા લહેરીલાલના વીડિયો પણ ધૂમ મચાવે છે. હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શિક્ષક સ્કૂલમાં જ દારૂ પીતો જોવા મળી રહ્યો છે.

શાળામાં શિક્ષકે પીધો દારૂ :

આ વીડિયો છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની એક સરકારી શાળાનો હોવાનું કહેવાય છે. વાયરલ ક્લિપમાં શિક્ષક મહિલા શિક્ષિકાની સામે પેગ બનાવીને દારૂ પીતો જોવા મળે છે. એટલું જ નહીં તેના ટેબલ પર બાઇટિંગ પણ રાખવામાં આવ્યું છે. વિડિયો બનાવનાર વ્યક્તિએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે શાળામાં આ કેવી રીતે કરી શકો છો, ત્યારે તે શિક્ષકે કહ્યું  “યોગ્ય રીતે વિડિયો બનાવો, તેમાં બધું દેખાતું હોવું જોઈએ, જો તમારે ફરિયાદ કરવી હોય તો કરો.”

જિંદગીમાં ટેંશન હોવાનું કહ્યું :

તમને જણાવી દઈએ કે જ્યારે મામલો જિલ્લા શિક્ષણ અધિકારી ટીઆર સાહુ સુધી પહોંચ્યો તો તપાસ બાદ આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આ વાયરલ ક્લિપમાં વીડિયો બનાવનાર કહે છે કે મહિલા હેડ માસ્ટરની સામે દારૂ પીવો યોગ્ય નથી, તો ટીચરે કહ્યું- હું ઘરે પીઉં છું, આજે મેં ભૂલથી દારૂ પીધો હતો. સ્કૂલમાં દારૂ પીવો એ ખોટું છે, પણ શું કરું, જીવનમાં ટેન્શન છે.

મહિલા શિક્ષિકા પણ સામે બેઠી હતી :

જો કે, શિક્ષકના દારૂ પીધા સામે કોઈને વાંધો નથી. જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિએ મહિલા હેડ માસ્ટરને પૂછ્યું કે તે દરરોજ આ રીતે નશામાં આવે છે, તો તેણે કહ્યું કે તે દરરોજ નશામાં નથી આવતા. જો કે તેણે કડક કાર્યવાહીની વાત કરી હતી. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને લઈને અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!