અમદાવાદના શિક્ષકની હેવાનિયત CCTVમાં કેદ : વિદ્યાર્થીનું માથું દીવાલે પછાડી કરી લાફાવાળી, ગણતરીની સેકન્ડોમાં જ ઝીંકી દીધા 10 લાફા; જુઓ વીડિયો

અમદાવાદ સહિત ગુજરાતમાંથી ઘણીવાર ટીચરના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક શિક્ષકની હેવાનિયત સામે આવી જે સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. એક સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને માર્યો અને વિદ્યાર્થીને મારતો મારતો ક્લાસની વચ્ચે લાવ્યા બાદ માથું દીવાલે પછાડી ધડાધડ લાફાવાળી કરી.

આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઇ અને ઘટનાાની જાણ થતાં DEOએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપી આ વીડિયો અંગે ખુલાસો માગ્યો. જો કે સ્કૂલે ઘટના બાદ ગણિતના શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વટવા વિસ્તારમાં આવેલ માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષક અભિષેક પટેેલે તેની જગ્યા પર જઇને કોઇ કારણસર ઢોર માર માર્યો અને એટલું જ નહિ વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પાસે લાવી દીવાલ પર માથુંં પછાડી ચાર સેકન્ડમાં એક બાદ એક 10 લાફા ઝીંક્યા.

આ વીડિયો અંગે શિક્ષણ વિભાગે નોંધ લીધી. અમદાવાદ શહેર DEOએ જણાવ્યું કે, વાયરલ વીડિયો અંગે જાણ થતાં જ સ્કૂલને તાત્કાલિક નોટિસ આપવામાં આવી અને સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દીધો. જો કે સ્કૂલ પાસે આ ઘટના મામલે ખુલાસો માગ્યો છે.

Shah Jina