સુરેન્દ્રનગર: 48 વર્ષિય ટયૂશન ટીચર અને 19 વર્ષિય વિદ્યાર્થીનીના પ્રેમકહાનીનો કરૂણ અંજામ, સજોડે કરી હતી આત્મહત્યા

અમારો સંબંધ કોઇ નહિ સ્વીકારે..સ્યુસાઇડ નોટ લખી શિક્ષક અને વિદ્યાર્થિનીનો કર્યો હતો આપઘાત, યુવતીનાં સેંથામાં સિંદુર અને હાથમાં ચૂડા હતા અને અચાનક

રાજયમાં આપઘાતની કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે પ્રેમ આંધળો છે. પ્રેમ માણસ પાસે કંઇ પણ કરાવી શકે છે. પ્રેમમાં ઘણા લોકો સફળ થતા હોય છે, તો ઘણા નિષ્ફળ પણ થતા હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે હચમચાવી દેનારો છે. 48 વર્ષિય ટયૂશન ટીચરને 19 વર્ષિય વિદ્યાર્થીની સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેમણે સજોડે જીવન ટૂંકાવી લીધુુ.

આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આપઘાત સાથે સ્યુસાઇડ નોટ પણ સામે આવી છે. જેમાં પરિવારજનોની માંફી પણ માંગવામાં આવી છે. આ કિસ્સો સુરેન્દ્રનગરના જોરાવર નગરમાંથી સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલિસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહને ઉતાર્યા હતા.

મીડિયા માહિતી પ્રમાણે રતનપરના રહેવાસી 48 વર્ષિય દિનેશભાઇ અંબારામભાઇ દલવાડીને તેમની જ 19 વર્ષિય વિદ્યાર્થીની શ્રદ્ધા ચાવડા સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો. દિનેશભાઇ પરિણિત હતા અને તેમનો એક પુત્ર પણ હતો. આ જ કારણથી તેમના સંબંધને કોઇ નહિ સ્વીકારે તેવુ માની તેમણે શુક્રવારે ક્લાસીસમાં ધાબાના હૂક સાથે ફાંસો ખાઇ લીધો હતો.

શિવધારા ટયૂશન ક્લાસમાં તેઓ 7 વાગ્યે આવી ગયા હતા, જો કે ક્લાસ સવારે 11 વાગ્યે શરૂ થાય છે.. શ્રદ્ધા ઘરેથી નવાં કપડા અને ચૂડો પહેરીને આવી હતી. દિનેશભાઇએ પણ નવાં કપડાં પહેર્યાં હતાં. બંનેએ હાથમાં નાડાછડી બાંધી હતી. દિનેશભાઇએ શ્રદ્ધાની માંગમાં સિંદૂર ભર્યુ અને મંગળસૂત્ર પહેરાવ્યું તે બાદ બંનેએ આત્મહત્યા કરી લીધી.

શ્રદ્ધા અને દિનેશભાઇએ પરિવારને સંબોધીને 3 પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી. શ્રદ્ધાએ માતા-પિતા, ભાઈની માફી માગી હતી જ્યારે દિનેશે પત્ની, સંતાનો અને મિત્રોની માફી માગી હતી. બંનેએ લખ્યું હતું કે અમારે મનમેળ થઈ ગયો છે.

એકબીજાને મૂકી શકીએ તેમ નથી. અમે એક થઈ શકીએ તેવી કોઈ શક્યતા નથી. અમારી પાસે બીજું કોઈ પગલું નથી. કારણ કે સમાજ અમને સ્વીકારશે નહીં. આથી આ અંતિમ પગલું ભરીએ છીએ. શ્રધ્ધાએ પોતાની સુસાઈડ નોટમાં ભાઈને ભણવામાં ધ્યાન આપવાનુ કહેલ હોવાનુ તથા પપ્પા-મમ્મી, દાદા-દાદીને પાસે માફી માંગી છે.

શ્રદ્ધાએ આગળ લખ્યુ હતુ કે, પપ્પાની ઈચ્છા મને બેંકમાં નોકરી અપાવી સારા ઘરમાં લગ્ન કરાવવાની હતી, જે હું ન કરી શકી તે બદલ માફી માંગું છું. તમે બધા મારા ઉપર શંકા કરતા હતા તે વાત સાચી હતી હું ખોટુ બોલીને આ સંબંધોને છુપાવતી હતી.

Shah Jina