આપણા દેશમાં ચાના શોખીનો દરેક ઘરમાં જોવા મળી જશે, અડધી રાત્રે પણ કોઈ ઉઠાડીને ચા પીવા જવા માટેનું કોઈ કહે તો કોઈપણ વ્યક્તિ ના તો ના જ પાડે. એવામાં આજકાલ ચાને લઈને પણ ઘણા જ વીડિયો વાયરલ થતા હોય છે.
આપણા દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ચા મળે છે. 5 રૂપિયાથી લઈને તમે 100 કે 200 રૂપિયાની ચા સાંભળી હશે અને કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં જાવ તો તમને 400 કે 500 રૂપિયાની ચા મળી જાય, પરંતુ શું રોડના કિનારે આવેલી દુકાનમાં કોઈ વ્યક્તિ એક કપ ચા 1000 રૂપિયામાં વેચી શકે ?
માન્યામાં આવે એવી વાત નથી પરંતુ આ સાચું છે. કોલકત્તાના મુકુન્દપુરમાં એક નાની ચાની દુકાન છે જ્યાં સૌથી મોંઘી ચા મળે છે. આ નાની અમથી દુકાનની અંદર તમને 5-10 નહીં પરંતુ 100 પ્રકારની અલગ અલગ ચા મળી જશે.
કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર આ દુકાનમાં 12 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની કિંમતની ચા મળે છે. સૌથી મોંઘી ચાનું નામ Bo-Lay છે. જેની 1 કિલોગ્રામ ચા પત્તીની કિંમત 3 લાખ રૂપિયા છે.
આ ઉપરાંત આ દુકાનની અંદર લેવેન્ડર ટી, ઓકેટી ટી, વાઈન ટી, તુલસી જીંજર ટી, હિબિસ્ક્સ ટી, તિસ્તા વેલી ટી, મકઈબારી ટી, સિલ્વર નીડલ વ્હાઇટ ટી અને ઓલ બ્લુ ટિશ્યન ટી જેવા ઘણા સ્વાદની ચા મળે છે.
આ દુકાનના માલિકનું નામ પાર્થ પ્રતિમા ગાંગુલી છે. શરૂઆતમાં તે નોકરી કરતો હતો અને તે આ ફિલ્ડમાં આગળ વધવા માંગતો હતો. પરંતુ તેને પછીથી નોકરી છોડી દીધી અને એક ટ્વિસ્ટ સાથે ચાની દુકાન ખોલવાનો નિર્ણય કર્યો. 2014માં તેને નિર્જસ નામની એક નાનો ટી સ્ટોલ શરૂ કર્યું અને હવે તે ખુબ જ પ્રખ્યાત બની ગયો છે.