ખબર

શું તમે પણ પેપર કંપની અંદર ચા પીવો છો? તો થઇ જાવ સાવધાન ! થઇ શકે છે ગંભીર નુકશાન ! રિસર્ચમાં આવ્યું સામે

પ્લાસ્ટિકના ગ્લાસની અંદર વેચાતી ચા હવે કાગળના ગ્લાસમાં વેચવામાં આવી રહી છે. કારણ કે થોડા સમય પહેલા એવો ખુલાસો થયો હતો કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે. જેના કારણે પ્લાસ્ટિકના ગ્લાસ બંધ કરી અને પેપર ગ્લાસનો ઉપયોગ કરવામાં હવે આવે છે. પરંતુ હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે સામે આવ્યું છે કે પેપર કપમાં ચા પીવી પણ ગંભીર રૂપે નુકશાન કારક બની શકે છે.

Image Source

આઈઆઈટી ખડગપુરના શોધકર્તાઓએ એક રિસર્ચ દરમિયાન આ વાતનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે જો વ્યક્તિ રોજ પેપરના કપની અંદર ઓછામાં ઓછા ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે તો તે 75,000 નાના સૂક્ષ્મ કણોને ગળી જાય છે.

Image Source

એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ રિસર્ચની અંદર એ વાતની પણ પુષ્ટિ થઇ છે કે કપના ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીમાં સૂક્ષ્મ પ્લાસ્ટિક અને બીજા ખતરનાક ઘટોકોની ઉપસ્થિતિ હોય છે અને તેની અંદર ગરમ તરલ પદાર્થ પીરસવાના કારણે તેમાં દુષિત કણ આવી જાય છે.

Image Source

પેપર કપની અંદર હાઇડ્રોફોબિક ફિલ્મની એક પાતળી પરત હોય છે જે વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક અને ક્યારેક ક્યારેક સહ-પોલીમરથી બને છે. આ શોધની અંદર સિવિલ ઈજનેર વિભાગના શોધકર્તા અને એસોસિએટ પ્રોફેસર ડૉ. સુધા ગોયલે અન્ય શોધકર્તાઓ સાથે મળીને જણાવ્યું કે 15 મિનિટની અંદર આ સૂક્ષ્મ પ્લાસ્ટિકની પરત ગરમ પાણીની પ્રતિક્રિયામાં ઓગળી જાય છે.

Image Source

શોધકર્તાઓએ આ સંશોધન માટે બે અલગ અલગ પ્રક્રિયાનું પાલન કર્યું. તેની અંદર આ વાત સામે આવી છે. એ પણ જણાવવામાં આવ્યું કે આ સૂક્ષ્મ પ્લાસ્ટિક આયન ઝેરીલી ભારે ધાતુઓ સમાન રૂપે વાહકના રૂપમાં કામ કરી શકે છે. જયારે તે માનવ શરીરની અંદર પહોંચી જાય છે ત્યારે તે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરી શકે છે.