10 લોકોનો હત્યારો બચી જશે? તથ્યના હોશિયાર વકીલ નિસાર આ બધી દલીલો કરી, જાણો અંદરનો મામલો
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં જેગુઆર કારચાલક અને આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો અને ત્યાં સરકારી વકીલે તેના 5 દિવસના રીમાન્ડની માગ કરી. સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની તપાસની પણ જરૂર હોવાનું તેમણે કહ્યું હતુ. આ સાથે જ આરોપીના મોબાઈલની તપાસ પણ જરૂરી હોવાની દલીલ કરાઇ હતી. જો કે, આ ઉપરાંત પણ સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. આ સાથે જ તે કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો તેની પણ તપાસની જરૂર છે.
આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું છે : નિસાર વૈદ્ય
જો કે, આ દરમિયાન આરોપીના વકીલ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે તમે પણ ચોંકી જશો. તેમણે કહ્યુ આરોપીને માર માર્યો તેનો વિડિયો છે, પણ માર મારવા સામે કોઈ ફરિયાદ નહી. અનેક રજૂઆત કરી પણ ફરિયાદ ન લેવાઇ. તેમણે કોર્ટને વિનંતી કરી કે તેમની ફરિયાદ પણ લેવાય. આગળ એવું કહ્યુ કે, પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યો કે ગાળો બોલી પણ એવો એક પણ વીડિયો નથી, અને ગાળો બોલવા સામે પણ કોઇ કલમ નથી, આરોપીના વકીલે દલીલ કરી કે આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું છે. 19 વર્ષનો છોકરો સીમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો અને તેની પર મીડિયા ટ્રાયલ થયું. નિસાર વૈદ્યે આગળ એવી પણ દલીલ કે ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર માર્યો.
આરોપીના બચાવમાં વકીલ નિસાર વૈદ્યની દલીલ
તેને ઘટનાસ્થળેથી તેના પિતા લઈ ગયા એટલે તેમને પણ આરોપી બનાવાયા. જો કે, આગળ નિસાર વૈદ્યે કહ્યુ કે મરનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. બચાવપક્ષના વકીલે દલીલ કરી કે રાત્રે 12.30 બનાવ બન્યો અને પહેલાથી ત્યાં એક અકસ્માત થયો હતો, પોલીસે ડાઇવર્ઝન કે બેરિકેડ્સ પણ નહોતા મૂક્યા. નિસાર વૈદ્યે વધુમાં કહ્યુ કે ફરિયાદ પ્રમાણે આરોપીએ હોસ્પિટલમાં ટાઈમ પાસ કર્યો પણ ચાર કલાક જે સારવાર થઈ એ વિશે ડોક્ટરને પૂછવું હતું. તેમણે આરોપીના બચાવમાં દલીલ કરી કે જેગુઆર કારની તપાસમાં આરોપીની હાજરીની કોઇ જરૂર નથી, આ કાવતરુ કે મર્ડર નથી.
ગાડીની સ્પીડ 20ની હતી તો કોર્ટ માનશે ?
કારમાં જે લોકો હતા એ તો 5 લોકો પોલીસ સમક્ષ હાજર થયાં હતાં. તમામના બ્લડ સેમ્પલ લેવાયાં. આરોપી આખા રસ્તામાં કેટલી સ્પીડે કાર ચાલી એ ના કહી શકે. જો આરોપી એવું કહે કે ગાડીની સ્પીડ 20ની હતી તો કોર્ટ માનશે ? આ માટે FSLની ટીમ છે, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ? રિમાન્ડ પર નિસાર વૈદ્યે કહ્યુ કે, આરોપીની જરૂર નહીં, જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે. કંપની પાસે માહિતી માંગશો તો મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય.
આરોપી યુટ્યુબર, કમ્પોસર અને સિંગર
તેમણે આગળ પોતાના નિવેદનને લઇને કહ્યુ કે મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો પહેલા આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં હોય જ. આરોપી યુટ્યુબર, કમ્પોસર અને સિંગર છે. અકસ્માત કરે તેના બંધારણીય હક રદ્દ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં તેમને આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા ભાગ્યા નહોતા. તેમણે બાળકને છૂપાવ્યો પણ નથી, CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદ્દામાં આરોપીની ઉપસ્થિતિની જરૂર નહીં.