ઇસ્કોન બ્રિજ પર માસુમ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારનારા તથ્યના બાપાની તો દિવાળી સુધરી ગઈ પરંતુ તથ્યના થશે આવા હાલ, જુઓ લેટેસ્ટ અપડેટ

ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના નબીરા તથ્ય પટેલની દિવાળી જેલમાં જ જશે કે ઘરે આવી જશે? આવી ગઈ સૌથી મોટી અપડેટ

Tathya Patel’s Diwali will take place in jail : ગુજરાત માટે 19મી જુલાઈના રોજ એક કારમો દિવસ હતો, જેમાં તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની જેગુઆર કારથી ઇસ્કોન બ્રિજ પર 9 માસુમ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ગોઝારી ઘટનાના પડઘા અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને તથ્ય પટેલને કડકમાં કડક સજા થાય તે માટે પણ માંગ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રક્ષેશ પટેલને જેલના સળિયા પાછળ પણ ધકેલી દીધા હતા.

તથ્યએ જામીન માટે કરી હતી અરજી :

જેના બાદ બંને બાપ દીકરાઓ જામીન પર છૂટવા માટે વલખા મારતા પણ જોવા મળ્યા હતા. ત્યારે થોડા દિવસ પહેલા જ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી. પરંતુ હાલ તથ્ય પટેલની જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે તથ્ય કેસની તપાસમાં સાથ અને સહકાર આપશે અને તેને અભ્યાસ માટે જામીન આપવામાં આવે.

તથ્યની દિવાળી જેલમાં :

ત્યારે હાઇકોર્ટ દ્વારા તથ્ય પટેલની જામીન અરજી પર આજે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને હવે આગામી આ મામલામાં 1 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેના કારણે હવે તથ્ય પટેલની દિવાળી જેલમાં જ કરવાનો વારો આવ્યો છે. તથ્ય પટેલની જમીન અરજીનો વિરોધ કરવા માટે મૃતકોના પરિવારનો પણ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમને પણ જામીન ના મંજુર કરવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.

તથ્યના પિતાને મળ્યા હતા શરતી જામીન :

અગાઉ કોર્ટે તથ્યના પિતા પ્રક્ષેશ પટેલના શરતી જામીન મંજુર કર્યા હતા. જેમાં એવી શરતો રાખવામાં આવી કે ટ્રાયલ કોર્ટને રહેઠાણના સરનામા અને મિલકતો અંગે એફિડેવિટ આપવું પડશે. ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વિના રહેઠાણને બદલી નહીં શકે. કેસ મામલે પ્રલોભન, ધમકી અથવા પુરાવા સાથે છેડછાડ નહીં કરવાની બાંહેધરી આપવી પડશે. કાયદો અને વ્યવસ્થા જાળવી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નહીં. થઈ શકે.  ટ્રાયલમાં હાજરી આપવા સિવાય અમદાવાદ શહેરમાં પ્રવેશ નહીં કરી શકે.

Niraj Patel