તથ્ય પટેલે છૂટા હાથે લક્ઝુરિયસ કાર ચલાવી, જુઓ જૂનો વીડિયો થયો વાયરલ
અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે એક જેગુઆર કાર કે જે પૂરપાટ ઝડપે આવી રહી હતી તેણે એકસાથે ઘણા લોકોને કચડી નાખ્યા. આ અમદાવાદની ખૂબ જ ભયાનક દુર્ઘટના હતી. આ અકસ્માત જેણે સર્જ્યો તે તથ્ય પટેલ હવે પોલિસ કસ્ટડીમાં છે, પણ આ દરમિયાન તથ્યનો લાપરવાહીથી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થયો છે.
તથ્ય પટેલનો વીડિયો આવ્યો સામે
તથ્ય પહેલાથી જ ઓવરસ્પીડમાં કાર ચલાવવાનો અને કરતબ બતાવવાનો શોખીન હોય તેમ લાગી રહ્યુ છે. તથ્ય આ વીડિયોમાં સ્ટિરિંગ પરથી હાથ ઉઠાવી બેફામ રોડ પર કાર ચલાવતો જોવા મળે છે. આ વીડિયો પરથી સાબિત થાય છે કે તથ્યને કોઇના જીવની પરવાહ નથી, તે તેની મોજમસ્તીથી કાર ચલાવે છે અને રોડ પણ આવા કરતબ પણ કરે છે. જો કે,તથ્યનો આ વીડિયો જૂનો છે જે હવે વાયરલ થઇ રહ્યો છે.
સ્ટિયરિંગને ટચ કર્યાં વિના કાર ચલાવતો જોવા મળ્યો તથ્ય
તથ્યનો સ્ટિયરિંગને ટચ કર્યાં વિના કાર ચલાવતો આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 19 તારીખે બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માત જોવા માટે અને મદદ માટે બ્રિજ પર ઘણા લોકો હતા. આ દરમિયાન જ પાછળથી એક પૂરવાર ઝડપે જેગુઆર કાર આવી અને ટોળાને કચડી ગઇ.
કુખ્યાત ઇમેજ ધરાવતા પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે આરોપી તથ્ય
આ અકસ્માતમાં 7 યુવક અને 1 હોમગાર્ડ અને 2 પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા હોવાની અત્યાર સુધી ખબર છે. કાર ચલાવનાર ગોતામાં કુખ્યાત ઇમેજ ધરાવતો પ્રજ્ઞેશ પટેલનો પુત્ર તથ્ય પટેલ હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ છે.