કેફેમાં 50–700 રૂપિયાની કોફી પીતો તથ્ય જમીન પર બેસી જમ્યો સરકારી ટિફિન…બિચારા મૃતકોના પરિવારમાં ચૂલો પણ નહિ સળગ્યો હોયને બાપ-દીકરીએ ભરપેટ ભોજન ખાધુ

કરોડપતિ બાપ દીકરાની સાન ઠેકાણે આવશે? તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જુઓ કેવી હાલત થઈ

Tathya Patel & Pragnesh Patel : અમદાવાદમાં 19 તારીખે મધરાતે ખૂબ જ ભયાનક દુર્ઘટના ઘટી. થાર અને ડમ્પર વચ્ચે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયા બાદ ટોળુ એકઠુ થયુ હતુ અને આ દરમિયાન જ એક તેજ રફતાર જગુઆર કાર આવી અને ટોળે વળેલા લોકો પર ચઢી ગઇ. આ અકસ્માતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયાની ખબર છે, ત્યાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે,

પોલીસ સ્ટેશનમાં સાદું સરકારી ભોજન ખાધુ
ત્યારે પરિવારનો માળો વિખેરનારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ સ્ટેશનમાં નીચે બેસાડીને પેપર ડિશમાં સરકારી ભોજન જમાડવામાં આવ્યુ.હોટલમાં મોંઘી દાટ થાળીનો સ્વાદ લેતા અને કેફેમાં 500-700 રૂપિયાની કોફી પીતા તથ્ય અને તેના પિતાએ અમદાવાદનાં પોલીસ સ્ટેશનમાં સાદું સરકારી ભોજન ખાધુ. મૃતકોના પરિવારમાં જ્યાં ચૂલો પણ નહિ સળગ્યો હોય ત્યાં આ લોકોએ પેટ ભરીને ખાધુ. ડાયનિંગ ટેબલ પર બેસીને જમતા બંને બાપ દીકરાને જમીન પર બેસાડીવે જમાડવામાં આવ્યુ.

ભોંયતળિયે બેસીને વિતાવી રાત
હાઇફાઇ જીવન જીનતા બાપ-દીકરાએ આખી રાત પોલીસ સ્ટેશનના ભોંયતળિયે બેસીને વિતાવી અને બંનેએ સરકારી ટિફિન જમ્યુ. પોલિસે ગઇકાલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આ દરમિયાન પોલીસે મિડીયાની હાજરીમાં બંને આરોપીઓ પાસે માફી મંગાવી અને ઉઠકબેઠક પણ કરાવી. તથ્યને સવારે સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પછી તેને રજા અપાયા બાદ પોલીસે કસ્ટડીમાં લીધો હતો.

તથ્ય પટેલ અને તેના પિતાને સાથે રાખી પોલિસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ
ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે જ્યારે મીડીયાએ તથ્યને પૂછ્યું કે શું તેને આ ઘટનાનો કોઈ પસ્તાવો છે ? તો તેણે આ સવાલનો જવાબ ન આપ્યો અને તે માથું ઝુકાવીને ઉભો રહ્યો. તથ્ય પટેલને મીડિયાએ પૂછ્યું કે શું તેણે કોઈ નશો કર્યો હતો? દારૂ પીધો હતો, ગાંજો ફૂક્યો હતો? આગલી રાત્રે કશું કર્યું હતું? કેફેમાં શું કર્યું હતું? આ તમામ આરોપ તેણે નકારી દીધા હતા.આ બાપ-દીકરાને કોઇ ફણ રીતે પોલિસ સ્ટેશનમાં સગવડ ન મળે એવું પોલીસે નક્કી કરીને તેમને ખાસ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Shah Jina