ખુશખબરી: લોન્ચ થઇ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત છે એટલી કે તમે પણ આજે જ લેવા દોડશો, ફીચર્સ અને કિંમતની બધી જ માહિતી મેળવો

315 કિલોમીટરની એવરેજ: ટાટાની આ ગાડી કરી દેશે ચમત્કાર, કિંમત છે એટલી કે તમે પણ આજે જ લેવા દોડશો

ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં વધુ એક વિસ્ફોટ કરવા માટે તૈયાર છે. કંપની આજે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago Electric લોન્ચ કરીશે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોતા કંપની તેની માર્કેટ હોલ્ડને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે કંપની Tiago હેચબેકને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં લોન્ચ કરી રહી છે. છે. Tiago EV દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે.

Tata Tiago ઇલેક્ટ્રિક કારની કિંમત બેટરી પેક, ચાર્જિંગ વિકલ્પ અને વેરિઅન્ટના આધારે બદલાય છે. તેની પ્રારંભિક કિંમત વિશે વાત કરીએ તો, તે 8.49 લાખ રૂપિયા છે, જે ટોપ વેરિઅન્ટ માટે 11.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તમને જણાવી દઈએ કે FAME-2 યોજના હેઠળ Tigor EV પર સબસિડી પણ મેળવી શકાય છે.

કંપની 10 ઓક્ટોબરથી Tiago EV બુક કરવા માટે બુકિંગ વિન્ડો ખોલી રહી છે, જ્યારે તેની ડિલિવરી આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થશે. વધુમાં, કંપનીએ હાલના ટાટા ઇલેક્ટ્રિક કારના ગ્રાહકો માટે 10,000 યુનિટમાંથી 2,000 યુનિટનું બુકિંગ આરક્ષિત કર્યું છે. Tata Tiago EVમાં સામાન્ય અને ઝડપી ચાર્જિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 3.3 kW ના સામાન્ય ચાર્જર સાથે સંપૂર્ણ ચાર્જ થવામાં 5-6.5 કલાક લાગે છે. આ ઉપરાંત 7.2 kW AC ફાસ્ટ ચાર્જર સાથે 10% થી 100% સુધી ચાર્જ થવામાં 3.6 કલાકનો સમય લાગે છે. DC ફાસ્ટ ચાર્જર સાથે તે માત્ર 57 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે.

તેમાં 7.2 kW એસી હોમ ચાર્જરનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ચાર્જર વડે તમે તમારા Tiago EV ને ઘરે બેઠા સરળતાથી ચાર્જ કરી શકો છો. આ સિવાય 15 amp પોર્ટેબલ ચાર્જિંગનો વિકલ્પ પણ છે. Tata Tiago EVની ડિઝાઈન તેના પેટ્રોલ મોડલ જેવી જ છે. તમે તેને પાંચ રંગોમાં ખરીદી શકશો – ટીલ બ્લુ, ડેટોના ગ્રે, પ્રિસ્ટીન વ્હાઇટ, મિડનાઇટ પ્લમ અને ટ્રોપિકલ મિસ્ટ.

Niraj Patel