ટાટા મોટર્સએ તેની પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. ટાટાએ ટીંગોરનું ઇલેક્ટ્રિક વર્ઝન ભારતમાં લોન્ચ કરી દીધું છે. ટીંગોરમાં 16.2 KWH બેટરી લગાડવામાં આવી છે. અને ફૂલ ચાર્જિંગ થયા બાદ આ ગાડી 142 કિલોમીટર સુધી ચાલે છે. ટાટા આ કાર પર 3 વર્ષની વોરન્ટી પણ આપે છે.

ટાટા ટીંગોર ઇલેક્ટ્રિક કારની એક્સ શો રૂમ કિંમત 9.99 લાખથી શરૂ થાય છે. ટાટાએ આ કારને 2 વેરિઅંટમાં લોન્ચ કરી છે. XM વેરિઅંટની કિંમત 9.99 લાખ અને XT વેરિઅંટની કિંમત 10.09 લાખ રૂપિયા છે. ત્યારે ફેમ-2સ્કીમમાં 1.62 લાખની સબસીડી પણ ઉપલબ્ધ છે. સબસીડી વગા કારની કિંમત 11.61 લાખ અને 11.71 લાખ છે.
ટાટા ટીંગોર ઈવી ફક્ત ફ્લીટ ઓપરેટરેસ અને ટેક્સી બાયર્સ માટે ઉપલબ્ધ હશે. આ કારને પ્રાઇવેટ બાયર્સ નહિ ખરીદી શકે.

ટાટા ટીંગોર બેસ્ડ ટીંગોર ઈવીના XT વેરિઅંટમાં 14 ઇંચના વહીલ્સ અને ઇલેક્ટ્રિક ઓઆરવીએમ મળશે. બન્ને વેરિઅંટમાં કલાઇમેટ કન્ટ્રોલ, પાવર વિન્ડોઝ, બ્લુટુથ કનેક્ટિવિટીની સાથો સાથ હારમન ઓડિયો સિસ્ટમ, હાઈટ એડજેસ્ટબલ ડ્ર્રાઈવર સીટ, એડજેસ્ટબલ ફ્રન્ટ હેડરેસ્ટ જેવા ફીચર બન્નેમાં કોમન હશે.

ટીંગોર ઈવી 72V,3 ફેઝમાં એસી ઇન્ડક્શન મોટર માટે 41 એચપી ના પાવર અને 105 એનએમ ટૉર્ક જનરે કરે છે. ટાટા મોટર્સનો દાવો છે કે, ટીંગોર 122 સેકન્ડમાં ઓ થી 60 કિમિ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ ગાડીની ટોપ સ્પીડ 80 કિમિ પ્રતિ કલાકની છે.કારણો કુલ વજન 1516 કિગ્રા છે.

ઇલેક્ટ્રિક મોટર 16.2 KWHનો બેટરી પાવર દેશે. જો એક વાર ફૂલ ચાર્જ થઇ ગયા બાદ 142 કિમિની રેન્જ આપશે। નોર્મલ ચાર્જ 360 મિનિટ એટલે કે 6 કલાકમાં 80 ટકા ચાર્જ થઇ જશે. જયારે 15 KWH ના ફાસ્ટ ચાર્જરથી 90 મિનિટમાં 80 ટકા ચાર્જ થઇ જશે.

ટીંગોર ઈવી કાર સફેદ,સિલ્વર અને બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે. આ કારમાં બેઝિક સેફટી ઇકવીપેમેન્ટ્સ જેવા ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, પાર્કિંગ સેન્સર જેવા ફીચર સામેલ છે.આ ગાડીની સાથે કંપની ત્રણ વર્ષ અથવા 1.25 લાખ કિમીની વોરન્ટી આપે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</a