ખબર

ટાટા ગ્રુપના ચેરમેન સહીત આ લોકોની સેલેરીમાં કરવામાં આવ્યો ઘટાડો, જાણો કેટલો ઘટાડો કર્યો

હાલ સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લીડ રહ્યો છે. કોરોનાના કારણે દેશમાં છેલ્લા 60 દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે અર્થતંત્રમાં ઘણો ફટકો પડયો છે.

Image source

લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા ખોરવાઇ જતા આડઅસર તમામ વેપાર-ઉદ્યોગ પર પડી છે, જેના કારણે ટાટા ગ્રુપે તેના મોટા અધિકારીઓના પગારમાં કામ મૂકવાનો નિર્ણય લીધો છે.

ટાટા ગ્રુપના ઇતિહાસમાં પહેલી વાર ચેરમેન સહિત અન્ય મોટા અધિકારીઓના પગારમાં કાપ મૂકવામાં આવશે. ટાટા સન્સના ચેરમેન અને ગ્રુપની અન્ય કંપનીઓના સીઇઓએ પોતાની સેલરીમાં આશરે 20%નો કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image source

ટાટા ગ્રુપની TCS કંપનીના CEO રાજેશ ગોપીનાથને પોતાના પગારમાં કાપની જાહેરાત કરી હતી. ઇન્ડિયન હોટલ્સ પણ એના સીનિયર અધિકારીઓ માટે આ ત્રિમાસિકમાં પોતાની સેલરીનો એક હિસ્સો છોડે જેથી કંપનીને મદદ મળી શકે. ટાટા ગ્રુપના આ નિર્ણય હેઠળ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા કેપિટલ અને વોલ્ટાસ સહિત તમામ કંપનીઓના તમામ CEOs અને MDsની સેલરીમાં આશરે 20%નો કાપ આવશે.

Image Source

જણાવી દઈએ કે, ટાટા ગ્રુપની ટોપ 15 કંપનીઓના CEOના પેકેજ વર્ષ 2018ની સરખામણીએ 2019માં 11% વધારવામાં આવ્યા હતા. જ્યારે 2018માં 14% સેલેરી પેકેજમાં 14 ટકાનો વધારો કરાયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.