ટાટા મોટર્સની આ કાર લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે, જાણો એવી તો શુ ખાસિયત છે આ કારમાં

લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે ટાટાની આ સસ્તી અને ટીકાઉ ગાડી, જબરદસ્ત માઇલેજ અને દમદાર ડિઝાઇન છે આની ખાસિયત

ભારતીય કાર બજારમાં છેલ્લા વર્ષે લોન્ચ કરવામાં આવેલી પ્રીમિયમ હૈચબેક કાર Tata Altroz ને ખરીદનારની જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સએ મંગળવારના રોજ એલાન કર્યુ છે કે તેની અલ્ટ્રોઝ હૈચબેક કારે જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ જણાવ્યુ કે, ટાટા એલ્ટ્રોઝ કારના લોન્ચના 20  મહિનાની અંદર જ એક લાખ યુનિટ્સના પ્રોડ્કશનમો રેકોર્ડ બનાવ્યો છે.

કાર નિર્માતાએ મંગળવારના રોજ પૂણેમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી અલ્ટ્રોઝના લેટેસ્ટ યુનિટને લાલ રંગમાં રોલ-આઉટ કર્યુ. વેચાણના આકડાં પર નજર કરીએ તો, ટાટા મોટર્સ 20 મહિનામાં એક લાખ વેચાણની ઉપલબ્ધિ હાંસિલ કરવા માટે એક દિવસમાં  સરેરાશ 150 યુનિટ્સથી વધારે વેચી રહી છે.

જણાવી દઇએ કે, પ્રીમિયમ હૈચબેક કાર ટાટા અલ્ટ્રોઝ ભારતમાં ટાટા મોટર્સનું ત્રીજુ સૌથી વધારે વેચાતુ મોડલ છે. એટલું જ નહિ, ભારતમાં સૌથી સુરક્ષિત ટોપ 10 કારોની લિસ્ટમાં બીજા નંબર પર છે. ટાટા અલ્ટ્રોઝ પહેલી મેડ ઇન ઇન્ડિયા નાની કાર છે જેને ગ્લોબલ ન્યૂ કાર અસેસમેંટ પ્રોગ્રામ GNCAP ક્રૈશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. આ કારમાં એજાઇલ લાઇટ ફ્લેક્સિબલ એડવાંસ્ડ આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અલ્ટ્રોઝ સાથછે તમને એક સુરક્ષાનો વાયદો પણ મળે છે. તેમાં ડુઅલ એરબેગ, રિયર પાર્કિંગ સેંસર, ઇબીડી સાથે એબીએસ, કોર્નરિંગ સ્ટેબિલિટી કંટ્રોલ, આઇએસઓફિક્સ ચાઇલ્ડ સીટ માઉંટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, પંચર રિપેર કિટ, હાઇ સ્પીડ અલર્ટ સિસ્ટમ છે. ટાટા અલ્ટ્રોઝ 6 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ કારમાં 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જીન, 1.2 લીટર આઇ ટર્બો પેટ્રોલ યુનિટ અને 1.5 લીટર ડીઝલ એન્જીન ઓપ્શન મળે છે.

આ હૈચબેકમાં iRA કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, લેદરેટ સીટ્સ, 7 ઇંચ TFT ડિજિટલ ક્લસ્ટર, R16 ઇંચ ડાયમંડ કટ અલોય વ્હીલ્સ, ક્રૂઝ કંટ્રોલ અને રિયર એસી વેંટ્સ જેવા ઘણા શાનદાર ફીચર્સ મળે છે. અલ્ટ્રોઝની એક્સ શોરૂમ કિંમત બેસ વેરિએંટ XE પેટ્રોલની 5.84 લાખથી શરૂ થાય છે. ત્યાં ટોપ એંડ વેરિએંટ XZ પ્લસ ડીઝલની એક્સ શોરૂમ કિંમત 9.59 લાખ રૂપિયા છે.

Shah Jina