રસોઈ

ઘરમાં રીંગણ કોઈને પસંદ નથી? રીંગણની આ રેસીપી ખુશ કરી દેશે બધાને તો બનાવો અને ચખાડો. રીંગણ કઢી…

ટેસ્ટી રીંગણ ની કરી ઘરે બનાવો

મિત્રો બજાર માં મળતા વિવિધ શાકભાજી માં બટેટા, કોબી, ફ્લાવર, વટાણા, રીંગણાં, ચોળી, વાલોળ, આ આપણાં દેશી ગુજરાતી શાક ના નામ છે. જેમાં શાક નો રાજા રીંગણ ને કહેવા આ આવે છે. રીંગણાં વગર એમ કહી શકાય કે શાકભાજી અધૂરું છે. લોકો રીંગણાં નું જુદા-જુદા પ્રકારે શાક બનાવી ને ખાઈ છે. કોઈ તેનો ઓળો બનાવી બાજરા ના રોટલા સાથે ખાઈ છે, તો કોઈ ભરેલા રીંગણાં બનાવી ને ખાઈ છે, તો કોઈ સમારી ને ખાઈ છે. આમ દરેક ની પસંદ અનુસાર દરેક લોકો રીંગણાં નું શાક બનાવી તેનો સ્વાદ માણે છે. પણ અમે આજે તમને રીંગણાં ની કરી શીખવાડીશું. તો લખી લો આ સ્વાદિષ્ટ રીંગણ ની વાનગી ને.

રીંગણાં ની કરી બનાવવા માટે ની સામગ્રી

રીંગણાં – 500 ગ્રામ (મોટા રીંગણાં, બી વગર ના)

રીંગણાં ની મેરીનેટ કરવા માટે

 • દહીં – 3 થી 4 ટેબલ સ્પૂન
 • બેસન – 2 ટેબલ સ્પૂન
 • મીઠું – ¼ નાની ચમચી
 • ગરમ મસાલો – ¼ નાની ચમચી
 • તેલ – રીંગણાં તળવા માટે

કરી બનાવવા માટે

 • ટમેટા – 3-4
 • લીલા મરચાં – 1 કે 2
 • આદું – 1 ઈંચ લંબો કટકો
 • શિગદાણા ફોલેલા – 2 ટેબલ સ્પૂન
 • તાજું દહીં – ¼  કપ
 • તેલ – 2-3 ટેબલ સ્પૂન
 • હીંગ – 1 ચપટી
 • જીરું – અડધી ચમચી
 • હળદર નો પાઉડર – ¼ નાની ચમચી
 • લાલ મરચું (પાઉડર) – ¼ નાની ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર
 • ગરમ મસાલો – ¼ નાની ચમચી
 • કોથમીર – 2-3 ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)

રીંગણાં ની કરી બનાવવા માટે ની રીત

 • સૌપ્રથમ રીંગણાં ને ધોઈ નાખી અને પછી તેની છાલ કાઢી લો, પાણી માં ડૂબાડી ને રાખી મૂકો.
 • હવે પહેલા રીંગણાં ની મેરીનેટ કરી લો. આ માટે એક વાસણ માં જેરેલું દહીં લો, તેમાં મીઠું, ગરમ મસાલો અને બેસન નો લોટ નાખી આ બધા ને સારી રીતે ભેળવી નાખો. હવે રીંગણાં ને 1 અથવા ½ ઈંચ ના આકાર માં સમારી લો. હવે રીંગણાં ના સમારેલા ટુકડા ને તૈયાર કરેલ મસાલા માં ભેળવી 15 થી  20 મિનિટ માટે એમ જ રહેવ દો.
 • નિશ્ચિત સમયે આ મેરીનેટ તૈયાર થઈ જશે. હવે તેને તળવા માટે એક વાસણ માં તેલ કાઢી ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. જ્યારે તેલ ગરમ થઈ જાય તારે તેમાં રીંગણાં ના સમારેલા ટુકડા ને એક-એક કરીને નાખો. જેટલા ટુકડા તેલ માં સમાય એટલા નાખો. તેને બધી બાજુ ફેરવતા ફેરવતા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો અને પછી એક પ્લેટ માં કાઢી લો.

કરી બનાવવા માટે ની રીત

 • ટમેટા, લીલા મરચાં અને આદું ને સારી રીતે ધોઈ નાખો. લીલા મરચાં ના ડીટિયા કાઢી લો, આદું ની છાલ કાઢી નાખો. હવે ત્રણેય ના મોટા-મોટા આકાર માં ટુકડાઓ કરી નાખો. હવે આ ત્રણેય ની સાથે સાથે શિંગદાણા ને પણ મિક્સર ના ઝાર માં નાખી પીસી નાખો. આમ તેને પીસી ને ખૂબ જ  ઝીણી પેસ્ટ બનાવી લો.
 • હવે એક અન્ય વાસણા લઈ તેમાં 2 થી3 ટેબલ સ્પૂન તેલ નાખી ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખો અને તેમાં હીંગ ને જીરું નાખી દો, જીરું તળાય જાય પછી તેમાં હળદર નો પાઉડર, ધાણાજીરું અને ટમેટા અને શિંગદાણા વાળો પીસેલો મસાલો નાખી દો, ત્યાર બાદ તેમાં લાલ મરચાં નો પાઉડર નાખી તેમાથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તળો. જ્યારે મસાલા માથી તેલ છૂટું પાડવા લાગે ત્યારે તેમાં જેરેલું દહીં નાખી તેને ભેળવી નાખો. ચમચા થી હલાવતા ફરી થી તેલ છૂટું પડે ત્યાં સુધી તળો. જ્યારે મસાલો સારી રીતે તળાય જાય ત્યારે તેમાં તળેલા રીંગણાં ના ટુકડઓ ને નાખી તને મિક્સ કરી દો.
 • હવે તેમને જેટલી જાડી કરી પસંદ હોય તે પ્રમાણે તેમાં 1 અથવા 1 થી ½ કપ પાણી નાખો. મીઠું નાખી તે ઉકળવા લાગે ત્યાં સુધી ચડવા દો. હવે આ કરી માં થોડો ગરમ મસાલો નાખી ભેળવી નાખો. તેને ઢાંકી ને 5 થી 6 મિનિટ માટે ચડવા દો. આટલા સમય માં મસાલા નો સ્વાદ રીંગણાં માં ભળી જશે. હવે ગેસ ને બંધ કરી દો પછી તેની ઉપર થોડી કોથમીર નાખી મિક્સ કરી દો. આમ રીંગણાં ની કરી તૈયાર છે.
 • હવે ગરમા ગરમ રીંગણાં ની કરી ને એક વાસણ માં કાઢી લો, તેના પર કોથમીર નાખી સજાવી લો. આ વાનગી ને તમે રોટલી, પરાઠા, રાઈસ અને બાજરા ના રોટલા સાથે ખાઈ શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ