રસોઈ

ચટણી ખાવાના શોખીનો માટે સ્પેશિયલ એકસાથે 5 સ્વાદિષ્ટ ચટણીઓ બનાવવાની પરફેકટ રીત….રેસિપી વાંચો

મિત્રો તમે ઘરે કોથમીર ની ચટણી, ફુદીના ની ચટણી, મરચાં ની ચટણી, આંબલી ની ચટણી, ખજૂર ની ચટણી વગેરે વારંવાર બનાવી ને ખાધી હશે. પરંતુ અહી આજે અમે તમને વિભિન્ન ચટણી બનાવવા ની રીત શીખવાડીશું. આવી અવનવી ચટણી નું નામ સાંભળી ને મોં માં પાણી આવી જશે. તો ચાલો તમે લખી લો આ ચટણી ની વિવિધ વેરાયટી ને.

ટમેટા ની ચટણી

સામગ્રી

 • કાચા ટમેટા – 4 (200 ગ્રામ)
 • તાજું નારિયેળ – ½ કપ (ખમણેલું)
 • સીંગદાણા – ¼ કપ (શેકેલા)
 • કોથમીર – ½ કપ
 • તેલ – 2 નાની ચમચી
 • આદું – 1 ઈંચ
 • લાલ મરચું – 1
 • લીલું મરચું – 1
 • કરી ના પાન – 7-8
 • અળદ ની દાળ – ½ નાની ચમચી
 • લાલ મરચાં નો પાઉડર – ચપટી
 • મીઠું – સ્વાદ અનુસાર

રીત

• તેલ ગરમ કરવા મૂકો, પછી તેલ ગરમ થઈ ગયા પછી તેમાં અળદ ની દાળ નાખો, અને તેલ માં તળો, ત્યાર બાદ તેમાં લીલૂ મરચું, લાલ મરચું, કરી ના પાન, આદું, વગેરે નાખો અને તેને હલાવતા રહો.

• હવે તેમાં ખમણેલું નારિયેળ નાખો, શેકેલા સીંગદાણા ને પીસી તેને પણ નાખી દો, ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવો.

• આ બધુ મિક્સ થઈ ગયા પછી તેમાં ટમેટા ને ક્રશ કરી ને નાખી દો, થોડી વાર ગરમ થવા દો. 4 થી 5 મિનિટ પછી ઉતારી લો, હવે તેમાં કોથમીર નાખી સજાવી લો.

લસણ ની ચટણી

સામગ્રી

 • લસણ – 1 કપ (ફોલેલું)
 • લાલ મરચાં નો પાઉડર – ¼ કપ
 • ધાણાજીરું – ½ કપ
 • તેલ – 2 ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર

રીત

• પહેલા લસણ ની કળીઓ ને ફોલી નાખો.
• લસણ ને ફોલતી વખતે જો આંગળીઓ માં થોડું તેલ લગાવવા માં આવે તો હાથ માં લસણ ની સુગંધ રહેતી નથી.
• લસણ ની કળીઓ, મીઠું, ધાણાજીરું, ને એક ખાયણી માં નાખી તેને દસતા થી ખાંડી નાખો.
• તમે મિક્સર નો પણ ઉપયોગ કરી શકો છો.
• હવે ખાંડેલી લસણ ની ચટણી માં લાલ મરચાનો પાઉડર નાખી ફરી થી ખાંડી લો.
• આમ લસણ ની ચટણી તૈયાર છે.

દાડમ ની ચટણી

સામગ્રી

 • સુકાયેલા દાડમ ના દાણા – 2 મોટા ચમચા
 • ડુંગળી – 1 સમારેલી
 • કોથમીર – 1 મોટો ચમચો
 • ફુદીના ના પાન – ½ મોટો ચમચો
 • ધાણાજીરું – ½ નાની ચમચી
 • લીંબુ નો રસ – ½ નાની ચમચી
 • ચાટ મસાલો – ½ નાની ચમચી
 • ગોળ – 1 નાની ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર

રીત

• સૌથી પહેલા દાડમ ના દાણા ને પાણી થી સારી રીતે ધોઈ નાખો.

• હેવ મિક્સર માં દાડમ ના દાણા, કોથમીર, ફુદીના ના પાન, ડુંગળી, લીલા મરચાં, લીંબુ નો રસ, ચાટ મસાલો, ગોળ, ધાણાજીરું, મીઠું નાખો દો.

• હવે તેમાં એક મોટો ચમચો પાણી નાખી મિક્સર નું ઢાંકણું બંધ કરી દો અને તેને મિક્સર માં એકદમ ઝીણું પીસી નાખો.

• આમ તૈયાર છે દાડમ ની ચટણી.

નારિયેળ ની ચટણી

સામગ્રી

 • નારિયેળ – ½ કાચું (લીલું)
 • લીલા મરચાં – 2 થી 3
 • રાઈ – 1 નાની ચમચી
 • લીંબુ – 1 અથવા દહીં
 • સુકવેલું લાલ મરચું – 1
 • કોથમીર – ½ નાની વાટકી
 • કડી પાન – 9 થી 10
 • મીઠું –સ્વાદ અનુસાર
 • તેલ – 1 નાની ચમચી
 • લાલ મરચા નો પાઉડર – ¼ નાની ચમચી

રીત

• પહેલા નારિયેળ ની છાલ કાઢી નાખો અને તેના નાના-નાના ટુકડાઓ કરી લો.

• નારિયેળ, લીલા મરચાં, કોથમીર, લીંબુ નો રસ, મીઠું, લાલ મરચું અને 3 નાના ચમચા પાણી નાખી મિક્સર માં ઝીણું પીસી લો. જો તમને ચટણી વધારે જાડી લગતી હોય તો તેમાં વધુ પાણી નાખી શકો છો.

• હવે એક વાસણ માં તેલ નાખો, તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ નાખો અને તેને થોડી વાર તળાવા દો.• હવે કડી પાન ને સુકવેલું લાલા મરચું નાખો, ત્યાર બાદ તેમાં પીસેલી ચટણી નાખી દો. 1 મિનિટ માટે ચડવા દો. આમ નારિયેળ ની ચટણી તૈયાર છે.

અખરોટ ની ચટણી

સામગ્રી

 • અખરોટ – અડધો કપ (ફોલેલા)
 • નારિયેળ – 3 મોટા ચમચા (ખમણેલું)
 • ચણા ની દાળ – 1 મોટી ચમચી (તળેલી)
 • લીલા મરચાં – 2 સમારેલા
 • લસણ – 5 કળી
 • આદું – 1 ઈંચ
 • મીઠું – સ્વાદ અનુસાર
 • રાઈ – 1 અડધી ચમચી
 • અળદ ની દાળ – 1 ચમચી
 • કરી ના પાન – 2 થી 3
 • તેલ – 1 ચમચી

રીત

• મિક્સર ના ઝાર માં અખરોટ, નારિયેળ, ચણા ની દાળ, લીલા મરચાં, લસણ, આદું અને મીઠું નાખી દો.

• હવે ઢાંકણું બંધ કરી મિક્સર માં બધુ ઝીણું પીસી નાખો. અને ચટણી ને ઝાર માથી કાઢી એક વાસણ માં લઈ લો.

• હવે એક વાસણ માં તેલ ગરમ કરવા માટે મૂકો, ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ, કરી ના પાન, અળદ ની દાળ, નાખી તેનો વઘાર કરો, 1 મિનિટ માટે તેને મધ્યમ તાપે તળી નાખો.

• હવે ગેસ બંધ કરી તેમાં ચટણી નાખી દો. આમ તૈયાર છે તમારી અખરોટ ની ચટણી.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ