રસોઈ

ટેસ્ટ ફૂલ પનીર કાળા મરચાં ની રેસીપી બનાવો ઘરે જ, તો બનાવો ને રેસ્ટોરેન્ટ જેવી ટેસ્ટી, મજા માણો ઘરે બેઠા બેઠા

પનીર ને કાળા મરચાં ની આ રેસીપી ખૂબ જ ટેસ્ટફૂલ હોય છે. તે એક સ્વાદિષ્ટ, અને ક્રીમી રેસીપી છે. જેને કાળું મરચું (તીખા, મરી) અને લસણ ના પ્રયોગ થી બનાવવા માં આવે છે. તમે આ સબ્જી ને પોતાના ઘરે આવેલ મહેમાનો માટે પણ બનાવી શકો છો અથવા તો પોતાના લંચ બોક્સ માં પણ બનાવી ને ભરી ને લઈ જઈ શકો છો.

પનીર ની આ રેસીપી ને તમે પાલક ના રાયતા, તવા રોટલી, કે પરોઠા અથવા તો નાન સાથે રાત ના ભોજન માં ખાઈ શકો છો. ચાલો તો રાહ કોની જુઓ છો ફટાફટ નોધી લો આ મસ્ત અને સ્વાદિષ્ટ વાનગી ની રીત અને ઘરે જ બનાવો, પરિવાર ના સભ્યો સાથે તેને ખાવા નો આનંદ માણો.

પનીર કાળા મરચાંની રેસીપી માટે ની સામગ્રી

 • પનીર – 250 ગ્રામ
 • ક્રીમ – ¼ કપ
 • દૂધ – 2 મોટા ચમચા
 • હળદર નો પાઉડર – ¼ નાની ચમચી
 • ગરમ મસાલો – 1 નાની ચમચી
 • કાળું મરચું (તીખા) – 2 નાની ચમચી (પીસી નાખવું)
 • મીઠું – સ્વાદ અનુસાર
 • તેલ – પ્રયોગ અનુસાર
 • પેસ્ટ બનાવવા માટે ની સામગ્રી
 • ડુંગળી – 1 સમારી લો
 • કાજુ – ¼ કપ
 • લસણ – 4 કળી
 • આદું – 1ઈંચ નો કટકો છાલ કાઢી ને સમારી લો
 • ગાર્નિશ કરવા માટે
 • લસણ – 4 કળી (ઝીણા સમારી લો)
 • કાળા મરચાં નો પાઉડર – ચપટી ભરી ને

પનીર કાળા મરચાંની રેસીપી બનાવવા માટે ની રીત
પનીર કાળા મરચાંની રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ તો એક મિક્સરનો ઝાર લઈ લો, આ ગ્રાઇંડરમાં ડુંગળી, કાજુ, લસણ, આદું નાખી ને તેની પેસ્ટ તૈયાર કરી લો. પરંતુ આ પેસ્ટ બનાવતા પહેલા બધી જ વસ્તુઓને સાફ પાણીમાં ધોઈ નાખવી. પેસ્ટ બની ગયા પછી તેને એક બાઉલ માં કાઢી ને મૂકી દો.

પનીરના મધ્યમ આકારના કટકા બનાવી નાખો. હવે એક ચમચા જેટલું તેલ એક તવામાં કાઢીને તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો.

હવે આ તેલમાં પનીરના કરેલા કટકાને નાખો અને તેને સોનેરી રંગ ના થાય ત્યાં સુધી ચડવા દો અને ત્યાર બાદ તેને કાઢી ને અલગ થી મૂકી દો.

હવે એક જાડા વાસણ માં તેલ નાખીને તેને ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં ડુંગળીની બનાવેલી પેસ્ટને તેલ માં નાખી દો. આ મિશ્રણને 2 મિનિટ માટે ચડવા દો.

ત્યાર બાદ તેમાં ક્રીમ અને દૂધ પણ નાખી દો. તેને પણ સારી રીતે હલાવી નાખો.
આ મિશ્રણ માં હળદરનો પાઉડર, ગરમ મસાલાનો પાઉડર નાખો અને તેને 3 મિનિટ માટે ચડવા દો. પછી તેમાં થોડું પાણી નાખો અને 1 મિનિટ ના અંતે ચડવા દો.

હવે તેમાં કાળું મરચું ને પનીર ને પણ નાખી દો. તેને મિશ્રણ માં સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેને 3 થી 4 મિનિટ માટે ચડવા દો. 4 મિનિટ પછી ગેસ ને બંધ કરી દો.

આમ ગેસ બંધ કર્યા બાદ સબ્જીને એક સાફ બાઉલ માં કાઢી નાખો.

હવે જો તમે આ સબ્જી ને તડકો દેવા માંગતા હો તો એક નાનું નોન સ્ટીક નું વાસણ લો અને તેમાં તેલ નાખી તેને ગરમ કરવા મટે મૂકો. હવે તેમાં લસણ નાખો અને તેને સોનેરી રંગ નું થાય ત્યાં સુધી ચડવા દો. હવે આ તડકા ને બાઉલ માં નાખી અને ઉપર થી આખું કાળું મરચું (તીખા) છાટો.

આમ તૈયાર છે તમારી મસ્ત અને મજેદાર પનીર કાળા મરચાં ની રેસીપી.
પનીર ની આ ટેસ્ટ ફૂલ વાનગી ને તમે રાત માં ભોજન માં બનાવો, ખાવા ની મજા જ કઈક અલગ આવશે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks