વડોદરામાં શરૂ થયો ખાણીપીણી સાથે સંગીત અને ડાન્સનો મહોત્સવ “ટેસ્ટ ઓફ વડોદરા”, જુઓ કેવા કેવા છે આકર્ષણ આ ત્રિવેણી સંગમમાં

સંસ્કારી નગરી વડોદરા વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ “ટેસ્ટ ઓફ વડોદરા” થયો આજથી શરૂ, જાણો સ્થળ અને 30 સુધી ચાલનારા આ ફૂડ, સંગીત અને ડાન્સમાં ત્રિવેણી સંગમની તમામ માહિતી

taste of vadodara: ગુજરાતીઓ ખાણીપીણી (food) ના ખુબ જ શોખીન હોય છે, સાથે જ તેમને સંગીત અને ડાન્સ (music and dance) પણ ખુબ જ ગમતો હોય છે. ત્યારે આ બધી જ વસ્તુઓ જો એક જ જગ્યાએ મળી જાય તો કેવું ? હાલ સંસ્કારી નગરી વડોદરામાં આવો જ એક ત્રિવેણી સંગમ યોજાઈ રહ્યો છે. જેનું નામ છે “ટેસ્ટ ઓફ વડોદરા”.

વડોદરા વાસીઓની આતુરતાનો અંત:

ટેસ્ટ ઓફ વડોદરાની આ ચોથી સીઝન છે. જેની વડોદરાવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેસ્ટ ઓફ વડોદરાનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. આ વખતે આ આયોજન લોકોની નજીક પડી રહે અને મોટાભાગના લોકો આ મહોત્સવમાં જોડાઈ શકે તે માટે વડોદરા શહેરની મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

વડોદરા વાસીઓને લહેરી લાલા:

વડોદરાના નવલખી મેદાનમાં “ટેસ્ટ ઓફ વડોદરા”ની આ ચોથી સીઝન આજથી એટલે કે 5 મેથી શરૂ થઈને 4 જૂન સુધી ચાલવાનો છે. એટલે કે આ મહોત્સવમાં વડોદરા વાસીઓને લહેરી લાલા થવાના છે. આ મહોત્સવ નાના મોટા, વડીલો અને વૃધો પણ માણી શકે એ હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.

કેવા કેવા છે આકર્ષણો:

વાત કરીએ ટેસ્ટ ઓફ વડોદરામાં જોવા મળનારા આકર્ષણોની તો 30 દિવસ સુધી ચાલનારા ખાણીપીણી,સંગીત અને ડાન્સના આ ત્રિવેણી સંગમમાં 30 જેટલા કલાકારો 30 દિવસ સુધી પર્ફોમ કરશે, સાથે જ 30થી પણ વધુ અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ, 30થી પણ વધુ સેલ્ફી પોઇન્ટ પણ જોવા મળવાના છે.

ફૂડમાં શું શું મળશે ?:

આ ફૂડ ફેસ્ટિવલમાં તમને ઇન્ડિયન ચાટ, પિઝા, મુંબઈ ફ્લેવર, મેક્સિકન, ચાઈનીઝ ફૂડ, ભાઈ ભાઈની દાબેલી, કુલચા, સબ-વે, બોમ્બેની સેન્ડવીચ, મયુરના ફાફડા, શેરડીનો લોટ રસ જેવી અવનવી અનેક વાનગીઓનો સ્વાદ તમને એક જ જગ્યાએ માણવા માટે મળવાનો છે. જે નાનેથી લઈને મોટેરાઓ સુધી સૌને આકર્ષિત કરશે.’

ક્યાં ક્યાં કલાકારો જમાવશે રંગ:

30 દિવસ સુધી ચાલનારા આ ફૂડ ફેસ્ટિવલમાં 30 જેટલા ખ્યાતનામ કલાકારો રંગ જમાવતા જોવા મળવાના છે. જેમાં ખ્યાતનામ રેપર, ગાયકો અને મૂળ ગુજરાતી અને સંગીતની દુનિયામાં બોલીવુડમાં પણ મોટું નામ કર્યું એવા સચિન જીગરની જોડી પણ પર્ફોમ કરવાની છે. સાથે જ અતુલ પુરોહિત દ્વારા દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ કક્ષાના 30 સેલ્ફી પોઇન્ટ:

આજના સમયમાં સેલ્ફી ક્લિક કરવાનો ક્રેઝ દરેક યુવાનોમાં હોય છે અને સેલ્ફી લેવા માટે તે  સારા સારા લોકેશનો પણ શોધતા હોય છે. ત્યારે આ ફૂડ ફેસ્ટિવલની અંદર 30થી વધારે વિશ્વકક્ષાના સેલ્ફી પોઇન્ટ રાખવામાં આવ્યા છે. આ સેલ્ફી પોઇન્ટ પર લીધેલી સેલ્ફી તમારા સોશિયલ મીડિયાને પણ ઝગમગતું કરી દેશે.

વિદેશી કલાકરો અને IPLની ફાઇનલની મજા:

આ ફૂડ ફેસ્ટિવલમાં ભારતીય કલાકારો સાથે વિદેશી કલાકારો પણ અનોખી રંગત જમાવશે. જેમાં પણ રશિયન એક્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. આ સાથે જ 28મી મેના રોજ યોજાનારી IPLની ફાઇનલ મેચ પણ આ ફેસ્ટિવલમાં મોટી સ્ક્રીન પર નિહાળવાનો આનંદ માણવા મળશે.

Niraj Patel