મનોરંજન

બોલીવુડના આ દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, શોકમાં ડૂબી ગયું બૉલીવુડ

બોલીવુડમાંથી એક પછી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે ત્યારે હાલમાં જ બોલીવુડના ખુબ જ ખ્યાતનામ કલાકાર અને નિર્દેશક તારીક શાહના નિધનના સમાચાર આવી રહ્યા છે. તારિક શાહનું આજે શનિવારના રોજ સવારે નિધન થયું હોવાની ખબર આવી છે.

તારિક શાહે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા, છેલ્લા બે વર્ષથી તે કિડની સંબંધી બીમારીથી પરેશાન થઇ રહ્યા હતા. જણાવી દઈએ કે તારિક શાહ અભિનેત્રી શોભા આનંદના પતિ હતા.

તારિક નિર્દેશક અને નિર્માતા પણ રહી ચુક્યા છે. તેમને “જન્મ કુંડલી”, “બહાર આને તક” જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. “બહાર આને તક”માં તારિક શાહ ઉપરાંત રૂપા ગાંગુલી, સુમિત સહગલ, મુનમુન સેન અને નવીન નિશ્ચલ જેવા કલાકારો હતા. આ ઉપરાંત તેમને કડવા સચનું પણ નિર્દેશન કર્યું હતું. તેમને “દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે” 1980ની ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

તારિક શાહે જયારે શોભા સાથે લગ્ન કર્યા ત્યારે તે પોતના કેરિયરની ઊંચાઈઓ ઉપર હતી. લગ્ન બાદ શોભાને પરિવારનો સાથ ના મળ્યો જેના કરે તે ફિલ્મોથી દૂર થતી ગઈ. લગ્ન બાદ તે એક દીકરીની મા બની જેનું નામ સારા શાહ છે.

ટ્રેડ એનાલિસ્ટ ના વરિષ્ઠ જર્નલિસ્ટ ઈન્દ્રમોહન પન્નુએ મીડિયા સાથેની થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે તારિક શાહની વાઈફ શોભા આનંદને કોલ કર્યો તો તેમની દીકરી સારાએ ફોન રિસીવ કર્યો હતો અને કહ્યું હતું કે આજે 3 એપ્રિલે સવારે તેના પિતાનું મોત ડબલ ન્યૂમોનિયાને કારણે થયું હતું.