તારક મહેતાની સોનુ મંગેતર સાથે થઈ રોમેન્ટિક, ખુબ જ ક્યૂટ તસવીરો આવી સામે, જુઓ PHOTOS

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાની સોનુ ભિડેનું પાત્ર ભજવનાર ઝીલ મહેતા હવે લગ્નના આરે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયોમાં ઝીલ મહેતા માંગમાં સિંદૂર લગાવીને અને લાલ સાડી પહેરીને દુલ્હનના અવતારમાં જોવા મળે છે. આ જોઈને ચાહકો પૂછી રહ્યા છે કે શું તેણે લગ્ન કરી લીધા છે?

ઝીલ મહેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુલ્હનના વેશમાં જોવા મળે છે. વીડિયો સાથે તેણે લખ્યું છે કે તે 2024ની શ્રેષ્ઠ દુલ્હન બનવાની પ્રેક્ટિસ કરી રહી છે. વીડિયોમાં ઝીલ મહેતા વિવિધ શૈલીમાં પોઝ આપતી જોવા મળે છે. ચાહકો તેના પર ફિદા થઈ રહ્યા છે, પરંતુ સાથે જ પૂછી રહ્યા છે કે તેણે લગ્ન ક્યારે કર્યા.

ઝીલ મહેતાએ તેના બોયફ્રેન્ડ સાથે 3 જાન્યુઆરી 2024ના રોજ સગાઈ કરી હતી. હાલમાં, તેના લગ્નની તારીખ જાહેર થઈ નથી. જોકે, ઝીલ મહેતાએ એવો સંકેત આપ્યો છે કે લગ્ન આ વર્ષે જ થશે. ઝીલ મહેતા એક જાણીતી બાળ કલાકાર હતી, પરંતુ પછીથી તેણે અભિનય છોડી દીધો અને હવે તે મેકઅપ આર્ટિસ્ટ છે અને ફેમિલી બિઝનેસ સંભાળે છે.

ઝીલ મહેતાએ અભ્યાસ માટે અભિનય છોડ્યો હતો. હવે મેકઅપ ઉપરાંત તે ‘સેફ સ્ટુડન્ટ હાઉસિંગ’ નામથી એક વિદ્યાર્થી હોસ્ટેલ ચલાવે છે. ઝીલ મહેતાએ BBA પૂર્ણ કર્યું છે અને હાલમાં ફાઇનાન્સમાં આગળનો અભ્યાસ કરી રહી છે.ઝીલે તેના મિત્રો સાથે ગોવામાં બેચલર પાર્ટી કરી હતી. તેણે પાર્ટીની તસવીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં તે ફ્લોરલ ડ્રેસમાં ખૂબ સુંદર દેખાતી હતી. સાથે જ તેણે એક શોલ્ડર સ્ટ્રેપ પહેર્યો હતો, જેના પર ‘થનાર દુલ્હન’ લખેલું હતું.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યા પછી ઝીલ મહેતાએ ફરીથી ક્યારેય અભિનયમાં હાથ અજમાવ્યો નથી. આ શો પછી તેને કોઈ અન્ય શોમાં જોવામાં આવી નથી. ઝીલ મહેતાને મેકઅપ કરવાનું ખૂબ પસંદ છે અને તેણે આ જ વ્યવસાયમાં કારકિર્દી બનાવી છે. ઇન્સ્ટાગ્રામ પર ‘બ્યુટી બાય મહેતા’ નામનું તેનું વ્યાવસાયિક પેજ છે. આજે ઝીલ મેકઅપમાં એટલી નિપુણ થઈ ગઈ છે કે તેની રોકા સેરેમનીમાં પણ તેણે પોતાનો મેકઅપ જાતે જ કર્યો હતો.

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સૌપ્રથમ સોનુ ભીડેની ભૂમિકા ભજવનાર ઝીલ મહેતા ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે. ઝીલ હવે એક સફળ મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ પણ છે. ઝીલ મહેતા તેના મંગેતર આદિત્ય દુબે સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે લગ્ન પહેલા ઝીલે તેની બેચલરેટ પાર્ટી એક સમુદ્ર કિનારે યોજી હતી, જેની તસવીરો પણ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ફ્લોરલ ડ્રેસમાં ઝીલ ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરા સામે પોઝ આપતી વખતે તેની ખુશી પણ સ્પષ્ટ દેખાઇ રહી હતી. તેણે ‘બ્રાઇડ-ટુ-બી’ લખેલ શોલ્ડર સ્ટ્રેપ પણ પહેર્યો હતો. આ તસવીરો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું- છોકરીઓ ફક્ત મોજ-મસ્તી કરવા માંગે છે ‘તારક મહેતા’ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું- કોંગો ઝીલ… બાબુ કેમ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બીજી સોનુ એટલે કે નિધિ ભાનુશાલીએ પણ ઝીલની આ તસવીરો પર કમેન્ટ કરી હતી. જણાવી દઈએ કે ઝીલ મહેતા અને તેનો મંગેતર આદિત્ય દુબે કોલેજના દિવસોથી સાથે છે. તેમના રિલેશનને ઓફિશયલ કર્યા પછી ઝીલ ઘણીવાર સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો શેર કરે છે. આદિત્ય એ જાન્યુઆરી 2024માં ઝીલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને આ બધું એટલું અચાનક થયું કે ઝીલ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

આ પછી બંનેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી લીધી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઝીલ મહેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પછી ઈન્ડસ્ટ્રીથી દૂર જવાનું નક્કી કર્યું. ઝીલ હવે પ્રતિભાશાળી મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે અને તેના ચાહકો સાથે આકર્ષક વ્લોગ પણ શેર કરે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે અને તેના ઘણા ફોલોઅર્સ પણ છે.

kalpesh