ખબર મનોરંજન

આ ફેમસ અભિનેત્રીએ અસિત મોદી પર યૌન શોષણનો સનસનીખેજ આરોપ, છોડ્યો શો, કહ્યું કે હોટેલ રૂમમાં….

આપનો બધાનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાની એક ફેમસ અભનેત્રીએ શોના મેકર્સ પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સુપર હિટ શોમાં મિસીસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવતી જેનફિરે પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે

જેમાં તેણે પ્રોજેક્ટ મેનેજર, એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર અને મેકર્સ વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી જેનિફરે કહ્યું, ‘છેલ્લા ઘણા ટાઇમથી મારી સાથે આવું થઈ રહ્યું છે, પણ અસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યારસુધી હું ચૂપ રહી. 2019માં મેં મારા કો-સ્ટાર્સને સતામણી બાબતે જણાવ્યું હતું,

પણ એ સમયે તેમણે મને ટેકો આપ્યો હતો, પરંતુ આજે મારા પતિ અને મારાં સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી.’ છેલ્લા 15 વર્ષથી લોકોને ખડખડાહટ હસાવનાર આ શો પર કોઈને નજર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

પહેલા તારક મહેતા શૈલેષ લોઢા અને હવે જેનિફર મિસ્ત્રી બંસીવાલા. ઈ ટાઈમ્સ સાથે વાતચીતમાં જેનીફરે જણાવ્યું છે કે તેણે માર્ચ 7 બાદથી શો માટે શુટિંગ કર્યું નથી અને તેની પાછળનું કારણ પણ તેણે જણાવ્યું.

અભિનેત્રી જેનિફરે જણાવ્યું કે 6 માર્ચના રોજ તેની સાથે કઈક એવું જે તે ભૂલી શકે એમ નથી. એ દિવસે તેની એનીવર્સરી હતી ત્યારે કહ્યું કે મને તેઓએ ઘરે જવા દીધી નહીં અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કાર રોકી અને મને ધમકી આપી.

મે કહ્યું કે આટલા વર્ષોથી આ શોમાં કામ કરી રહી છું તમે મારી સાથે આવું કરી શકો નહીં. ત્યારબાદ તેમણે મને ડરાવી અને ધમકાવી. મે ત્રણ લોકો વિરુદ્ધ શારીરિક શોષણનો કેસ દાખલ કર્યો છે.

વધુમાં તેને કહ્યું છે કે 7 માર્ચે હોળી માટે અડધા દિવસની છૂટ્ટી માંગી હતી અને કહ્યું કે નહીં તો મને 2 કલાક માટે ઘરે જવા દો કારણ કે મારી પુત્રી મારી રાહ જોઈ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે તેઓએ મારા સિવાય બધાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું.

મને લાગ્યું કે આ જગ્યા મહિલાઓ માટે કામ કરવા માટે છે જ નહીં. પ્રોજેક્ટ મેનેજરે મને ચાર વખત બધાની સામે ગેટઆઉટ કહ્યું અને ખુબ ખરાબ રીતે વાત કરી. ક્રિએટિવ પર્સને મારી કાર રોકી અને આ બધુ CCTV મા કેપ્ચર છે.

વધુમાં તેને જણાવ્યું કે 2019થી જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયા ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યો છે. ઘણી વાર તે રૂમમાં આવવાનું પણ કહેતા હતા, પછી જ્યારે હું ના કહેતી ત્યારે તેઓ એવું કહેતા કે હું મજાક કરી રહ્યો છે. લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા, જેને હું ઇગ્નોર કરતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા.