મનોરંજન

PM મોદીને મળી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટ, ગણાવ્યો યાદગાર દિવસ- જુઓ તસ્વીરો

ટેલિવિઝન પર સબ ચેનલ પર આવતી પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તારક મહેતા…ની ટિમ ગયા શનિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. આ ઇવેન્ટની નરેન્દ્ર મોદીની સાથેની તારક મહેતાની ટીમની તસ્વીર ખૂબ જ ચર્ચાઓમાં છે. આ ઇવેન્ટમાં નરેન્દ્ર મોદીએ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો સાથે વાતચીત કરી અને કહ્યું કે મહાત્મા ગાંધી અને તેમના સિદ્ધાંતો પર ઘણી ફિલ્મો બનવી જોઈએ. સાથે જ પોતાના શો દ્વારા સ્વછતાને પણ પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો.

વાત એમ છે કે શનિવારે મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ જગતની પ્રખ્યાત હસ્તીઓ સાથે મુલાકાત કરી, જેમાં તેમને ફિલ્મ જગતના કેટલાક સેલિબ્રિટીઝને આમંત્રિત કર્યા હતા, ત્યારે તારક મહેતાની ટિમ પણ અહીં પહોંચી હતી. આપણા દેશના વડાપ્રધાનને મળીને તારક મહેતાની આખી ટિમ ઘણી ખુશ હતી. આ પછી ટીમના લોકોએ સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આ શોમાં ટપ્પુનું પાત્ર ભજવી રહેલા રાજ અનડકટે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પીએમ મોદી સાથેની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરને શેર કરતા રાજે લખ્યું, ‘જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ, વિશ્વમાં સૌથી ઉપર અનુભવું છું. તારક મહેતાની ટિમ સાથે આ યાદ શેર કરતા ઘણો ગર્વ થાય છે, આભાર નરેન્દ્ર મોદીજી અમને બોલાવવા માટે.’

 

View this post on Instagram

 

This is indeed a proud moment👍🙏👌

A post shared by Ambika (@hasmukhi) on

આ શોમાં કોમલનું પાત્ર ભજવનાર અંબિકા રંજનકરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને આને ગર્વની ક્ષણ કહી છે. તો આ શોમાં સોનુનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિધવાની પીએમ મોદીને મળ્યા પછી ઘણી ખુશ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને લખ્યું છે, ‘આ મારા જીવનનો સૌથી સારો દિવસ હતો. પીએમ મોદી સાથેની મુલાકત એક સારો અનુભવ રહ્યો.’

તારક મહેતાની ટીમમાંથી અસિત કુમાર મોદી, દિલીપ જોશી, રાજ અનડકટ, શૈલેષ લોઢા, સોનાલિકા જોશી, પલક સિધવાની, કુશ શાહ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ટીમને #ChangeWithin અભિયાન દ્વારા સ્વછતાને પ્રોત્સાહન આપવાની અપીલ કરી.

જણાવી દઈએ કે આ ઇવેન્ટમાં તારક મહેતાની ટિમ સિવાય બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પણ હાજર રહયા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.