મનોરંજન

10 PHOTOS: અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં આ હિરોઈન રાતોરાત છવાઈ ગઈ, ચોંટી ગઈ બધાની નજરો

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે, તે હંમેશા કઈંક ને કઈંક અપલોડ કરતા રહે છે.અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે બધા તહેવારોમાં જોડાયેલા રહે છે. દિવાળી ૨૦૧૯ના શુભ પ્રસંગે બિગ બીએ દિવાળીની ઉજવણીના કેટલાક PHOTOS શેર કર્યા છે અને તમામ ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી છે.

દિવાળીની ઉજવણીની અનસીન થ્રોબેક તસવીરોમાં તહેવારો પ્રત્યે અમિતાભ બચ્ચનનો ઉત્સાહ તસ્વીરોમાં તમે જોઈ શકો છો. ફોટામાં અમિતાભ બચ્ચન એક નાની છોકરી સાથે સફેદ કુર્તા-પાયજામા પહેરીને ફ્લખણી સળગાવતા નજરે પડે છે.દિવાળીના તહેવારોમાં રોજ કોઈકને કોઈક બોલિવુડ સેલેબ્સ દિવાળી પાર્ટી કરતા રહેતા હોય છે. કરણ જોહરથી લઈ અમિતાભ બચ્ચને મિત્રો અને પરિવાર માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.

અમિતાભની દિવાળી ફિલ્મી સેલેબથી ઝગમગી ઉઠી હતી. અનુપમ ખેર, રણદીપ હુડા, હેમા માલિની, દિવ્યા દત્તા, સાજિદ ખાન, સહિતના ફિલ્મી સિતારાઓ પાર્ટીમાં આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર અજય દેવગણ-કાજોલ, શાહરૂખ ગૌરી, કરણ જોહર, અક્ષય કુમાર-ટ્વિન્કલ, સંજય દત્ત, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહિતના બોલિવુડના દિગ્ગજો પણ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા.

બોલીવુડની અભિનેત્રી તારા સુતારિયાએ કરણ જોહરની મુવી ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર પાર્ટ 2’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની આગામી ફિલ્મ ‘મરજાંવા’ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મોથી વધુ તારા પોતાની ફેશન અને સ્ટાઈલિશ અદાને લઈને ચર્ચામાં રહે છે. હવે તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક હોટ તસવીર શેર કરી છે. તેની આ તસવીરને જોઈને ચાહકો તારાના દીવાના થઈ ગયા છે. ત્યાં સુધી કે તેના હોટનેસની તુલના સની લિયોની સાથે કરી રહ્યાં છે.

આ સમયે તારા સુતારિયા એકવાર ફરી ચર્ચામાં રહી છે. હાલમાં જ બોલિવૂડ પાર્ટીમાં તારા તેના ગ્લેમરસ અને હોટ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી. તારા સુતારિયાનો આઉટફિટ અને સ્ટાઈલિશ અદા કમાલની હતી. તેને ગોલ્ડન અને ગ્રે મિક્સ્ડ કલરની શિમરી સાડી પહેરી હતી… અને મલ્ટી લેયર નેકલેસ, ગોલ્ડન ક્લચ, ગોલ્ડન કલરની HIGH હીલ્સ અને સ્ટ્રેટ હેયર તારાના લુકને વધુ આકર્ષિત બનાવી રહ્યા હતા.

તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તારાએ બ્લેક ટ્યૂબ બ્રાની સાથે બ્લેક બ્લેઝર પહેર્યું દેખાય છે. આ તસવીરમાં તે ખુબ દેખાવડી લાગી રહી છે. કોમેન્ટ્સમાં ફેન્સ તેની પ્રશંસાના પુલ બાંધી રહ્યાં છે.

તારા એ ફક્ત ફોટોગ્રાફર્સ જ નહીં પાર્ટીમાં હાજર મહેમાનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તારાએ પાર્ટીમાં એન્ટ્રી કરતા જ બધાની નજર તેના પર ચોંટી ગઈ. એક તો સિલ્વર સાડીમાં ખૂબ હોટ લાગી રહી હતી તારા તો બીજી તરફ બ્લેક નહેરુ જેકેટ અને વ્હાઈટ પાયજામામાં તેનો બોયફ્રેન્ડ આદર જૈન પણ સ્માર્ટ લાગી રહ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.