અમદાવાદમાં ગુજરાતી થાળીનો ચટાકો લેતી જોવા મળી બૉલીવુડ અભિનેત્રી તારા સુતરીયા, સાથે હતો અહાન શેટ્ટી, જુઓ વીડિયો

બોલીવુડના ઘણા કલાકારો છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદર સ્પોટ થઇ રહ્યા છે, થોડા દિવસ પહેલા જ બુલિવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતને પાવાગઢમાં સ્પોટ કરવામાં આવી હતી, જેના બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ ગાંધીનગરમાં જોવા મળી હતી, ત્યારે હવે બીજી એક બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી તારા સુતરીયા અમદાવાદમાં આવી પહોંચી છે.

અભિનેત્રી તારા સુતરીયા સાથે અભિનેતા અહાન શેટ્ટી પણ અમદાવાદની મુલાકાતે આવ્યા છે, આ બંને તેમની ફિલ્મ “તડપ”ના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા હતા. “તડપ” ફિલ્મ સાજીદ નડિયાદવાલા દ્વારા નિર્મિત કરવામાં આવી છે. જેનું પ્રમોશન હાલ જોર શોરથી ચાલી રહ્યું છે. આ ફિલ્મ 3 ડિસેમ્બરના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે.

અમદાવાદ આવતા પહેલા આ ફિલ્મના મુખ્ય કલાકાર તારા સુતરીયા અને અહાન શેટ્ટીએ વારાણસીમાં ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. જેના બાદ તે ફિલ્મનું પ્રમોશન કરવા માટે અમદાવાદમાં આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં પોતાના પ્રવાસ દરમિયાન અહાન અને તારાએ શહેરનો ભરપૂર લુપ્ત ઉઠાવ્યો.

અહીંયા લોકલ મીડિયા સાથે વાતચીત કરવાની સાથે સાથે બંનેએ એક રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીનો આનંદ પણ માણ્યો હતો સાથે જ તેમને અગોરા મોલની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે તેમના ચાહકો સાથે પણ મુલાકાત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ વાસીઓએ અહાન અને તારાનું ખુબ જ ખુશી સાથે સ્વાગત કર્યું હતું.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી તારા સુતરીયાએ સેલ્ફી માટે પોઝ આપ્યો હતો. આ બંનેની ફિલ્મ “તડપ”ને લઈને પણ ચાહકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિટીક્સનું માનવું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળ નીવડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Deeceepaps (@deeceepaps)

Niraj Patel