મનોરંજન

કપૂર પરિવારમાં જલ્દી વાગવાની છે શરણાઈ, રણબીર અને આલિયા નથી પણ આ કપલ કરવા જઈ રહ્યા છે લગ્ન

નવું અફેર, નવા લગ્ન, જુઓ કપૂર ખાનદાનમાં કોણ પરણવા જઈ રહ્યું છે

લોકોને બોલિવૂડમાં પોતાના મનપસંદ કલાકારોની બધી માહિતી મેળવવાનો અને તે કોની સાથે ફેરમાં છે અને તે કોની સાથે લગ્ન કરવાનો છે તેના વિશે જાણવામાં ખુબ જ રસ હોય છે. હાલમાં ઘણા સમયથી રણબીર અને આલિયાના અફેરની ચર્ચા ચારે બાજુ છવાયેલી છે. લોકો તેમને લગ્નની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંનેના લગ્નને લઈને કેટલીક ખબર સામે આવે ચુકી છે. પરંતુ કપૂર પરિવારમાં ટૂંક જ સમયમાં શરણાઈ વાગવાની છે. અને આ શરણાઈ રણવીર અને આલિયાની નહીં પણ આદર અને તારાની વાગવાની છે.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria) on

આદર અને તારા સુતારીયા બંનેની જોડી ખુબ જ સુંદર લાગે છે. મળેલી માહિતી અનુસાર આદર જૈન ટૂંક જ સમયમાં તેની ગર્લફ્રેન્ડ તારા સુતારીયા સાથે લગ્ન કરવાનો છે, અને બંને આ સંબંધને લઈને ખુબ જ ગંભીર પણ છે. બને એકબીજાને ઘણા સમયથી ડેટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aadar Jain (@aadarjain) on

બંનેને ઘણી જગ્યાએ એક સાથે જોવા મળ્યા હતા. ગયા વર્ષે આદરના ભાઈ અરમાનના લગ્નમાં બંનેએ એક ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું અને ત્યારેથી જ તેમના અફેરની ખબરે જોર પકડ્યું હતું. જણાવી દઈએ કે હજી લગ્નની ખબર પર બંનેમાંથી કોઈનું રિએક્શન સામે આવ્યું નથી. પણ બંને એકબીજા પર પ્રેમ લુંટાવવાની કોઈ તક નથી છોડતા. બંને તેમને ફેમેલી ફંક્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria) on

તારાની વાત કરીએ તો તેને હજી પોતાના કરિયરની શરૂઆત કરી છે તે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ અને ‘મરજાવા’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.  તે પોતાની અવનવી તસ્વીરો પોતાના ચાહકો માટે શેર કરતી હોય છે. તેને આદર સાથેની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે.

Image Source