ફિલ્મી દુનિયા

શરમજનક: રિયાની ધરપકડ થઇ તો આ દિગ્ગ્જને પેટમાં દુખ્યું, લોકોએ બરાબરની સંભળાવી- જાણો વિગત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક નવા ખુલાસા આવી રહ્યા છે ત્યારે ગઈકાલે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની પણ ડ્રગ્સ સંડોવણીમાં ધરપકડ કરવામાં આવી હતી. રિયા ચક્રવર્તીની ધપરકડ બાદ જાણે સોશિયલ મીડિયામાં એક તોફાન મચી ગયું હતું.

Image Source

જ્યાં એક તરફ લોકો સુશાંત સિંહ રાજપૂતના ન્યાયની દિશામાં એક આ મોટું પગલું માની રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોની આ મામલામાં કંઈક અલગ જ રાય જોવા મળી રહી છે. અભિનેત્રી તાપસી પન્નૂએ ટ્વીટ કરી અને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે કે કયા આધાર ઉપર રિયાની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Image Source

તાપસી પન્નૂએ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહના એક નિવેદન ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેને એ કહીને રિયાની ધરપકડ ઉપર ટિપ્પણી કરવાથી મનાઈ કરી હતી કે ડ્રગ્સથી જોડાયેલા આરોપ રિયા વિરુદ્ધ અમારો કેસ નથી. તાપસીએ આજ બાબતે ટ્વીટ કરતા જણાવ્યું કે: “તો એમનું કહેવું છે કે આ એમનો મામલો નથી.

Image Source

એટલા માટે એ ના પૈસાથી પાછળ ભાગવા વાળી છોકરી હતી અને ના ખૂની. પરંતુ એને ડ્રગ્સ લીધું અને સપ્લાય કર્યું. તો આ કેસ જેનો પણ છે એમને અભિનંદન. કારણ કે સુશાંતને તો નહીં પરંતુ એ લોકોને જરૂર ન્યાય મળી ગયો હશે. અભિનંદન !”

બીજી ટ્વીટમાં તાપસીએ લખ્યું કે: “ભૂલ સુધાર. તે ડ્રગ્સ લઇ નહોતી રહી. સુશાંત માટે ફાઈનેંન્સીગ અને ખરીદી કરી રહી હતી. તો એ સ્થિતિમાં જો તે જીવતો હોતો તો શું એને પણ જેલના સળીયાની પાછળ ના રાખવામાં આવતો? અરે ના. રિયાએ એને ડ્રગ્સ લેવા માટે મજબુર કર્યો હશે. સુશાંતને મારિજુઆના લેવા ઉપર મજબુર કર્યો હશે. આજ વાસ્તવિકતા છે. અમે કરી બતાવ્યું.”

સુશાંતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ચાલી રહેલા ન્યાયના અભિયાન ઉપર કટાક્ષ કરતા કરવામાં આવેલી તાપસી પન્નુની આ બંને ટ્વીટ બાદ તેને ટ્રોલ થવામાં વાર ના લાગી. લોકોએ તાપસી પન્નુને આડા હાથે લેતા તેના ઉપર નિશાન સાધ્યું હતું અને લખ્યું કે “તેમને વિશ્વાસ નથી થતો કે એક અભિનેત્રી ખુલ્લેઆમ ડ્રગ્સ તસ્કરી કરવા વાળાના પક્ષમાં બોલી શકે છે.” કેટલાક ટ્વીટર યુઝર્સે તાપસીને તેના જુના નિવેદનોની પણ યાદ અપાવી જેમાં તેને કહ્યું હતું: “લોકો ટિપ્પણીઓ ના કરે. અને એજન્સીઓને તેમનું કામ કરવા દે.”

Image Source

જોવા જઈએ તો રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ બોલીવુડના જ ઘણા એવા નામ છે કે તેના પક્ષમાં આવીને ઉભા રહ્યા છે. વિદ્યા બાલન, અનુરાગ કશ્યપ અને સોનમ કપૂર સહીત ઘણા લોકોએ ટ્વીટર ઉપર જસ્ટિસ ફોર રિયા અભિયાનનો ભાગ બની રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.