હવે કયાં છે ટપ્પુની નાની પત્ની ટીના ? ખૂબસુરતી જોઇ હોંશ સંભાળવા મુશ્કેલ થઇ જશે
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોને 13 વર્ષ થઇ ચૂક્યા છે. આ વર્ષોમાં કેટલાક કલાકારો હજી પણ શો સાથે જોડાયેલા છે તો કેટલાક કલાકારો એવા છે જેમણે શોને અલવિદા કહી દીધુ છે. પરંતુ આ વચ્ચે કોમેડી શોમાં કેટલાક કલાકારોએ એવું કામ કર્યુ કે જે એક બે એપિસોડમાં જ નજર આવ્યા પરંતુ દર્શકોને તેમનું પાત્ર ઘણુ ગમ્યુ.
આવા જ પાત્રોમાંની એક છે નાના ટપ્પુની નાની પત્ની ‘ટીના’. કેટલાક એપિસોડમાં જોવા મળેલી ટીના નામની એક બાળકીના લગ્ન જેઠાલાલ અને દયાભાભીના દીકરા ટપ્પુ સાથે થાય છે. પરંતુ શું તમે જાણો છે કે ટીના કોણ છે ? શોમાં એક એપિસોડમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે, ટીના નામની એક છોકરીના લગ્ન થઇ જાય છે. જે જેઠાલાલ અને ગડા પરિવાર માટે મુસીબતો ઊભી કરે છે.
ઘણી નાની ઉંમરમાં ટીનાએ તેના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધુ હતુ. એક એકલી બાળકીએ જેઠાલાલના નાકમાં દમ કરી દીધુ હતુ. આજે આ બાળકી ટીના છે કયા અને તેનું અસલી નામ શુ છે ? શોમાં ટીનાનું પાત્ર નૂપુર ભટ્ટે નિભાવ્યુુ હતુ. અભિનેત્રી 20 વર્ષની થઇ ચૂકી છે. તેનો જન્મ વર્ષ 1999માં થયો હતો.
નૂપુર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેની ખૂબસુરત તસવીરોથી પ્રશંસકોનું દિલ જીતતી રહે છે. જણાવી દઇએ કે, નૂપુર મનોરંજન જગતથી દૂર પોતાનું એક મીમ પેજ ચલાવે છે. તે હાલમાં ‘નોફિલ્ટર ગ્રુપ’માં નોકરી કરે છે.
નૂપુરના સોશિયલ મીડિયા પર 7900થી વધારે ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોયા બાદ એવું લાગી રહ્યુ છે કે તેને ફરવું ઘણુ પસંદ છે. તારક મહેતા શો દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રસારિત થનાર શો છે. 28 જુલાઇ 2008થી આ શોનું પ્રસારણ શરૂ થયુ હતુ અને તે સપ્તાહમાં 5 દિવસ આવે છે. દર્શકો દ્વારા શોને ઘણો પ્રેમ પણ મળે છે.
આ શો પત્રકાર અને નાટ્યકાર તારક મહેતાના કોલમ દુનિયાના ઊંધા ચશ્મા પર આધારિત છે. તારક મહેતા આ કોલમ ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા માટે લખતા હતા. કહાનીની પૃષ્ઠભૂમિમાં મુંબઇના ગોરેગાંવમાં સ્થિત ગોકુલધામ સોસાયટી છે, જયાં બિઝનેસમેન જેઠાલાલ તેમની પત્ની, પિતા અને દીકરા સાથે રહે છે. આ શો ટીઆરપી લિસ્ટમાં પણ તેની જગ્યા બનાવી રાખે છે.