પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અવનવા કરતબ બતાવીને સેવા આપી રહેલા તાંઝાનિયાના આ યુવકની કહાની જાણીને હેરાન રહી જશો,
પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ હાલ અમદાવાદના ઓગણજ ખાતે ઉજવાઈ રહ્યો છે. 600 એકર જમીનની અંદર આ ભવ્ય મહોત્સવ ઉજવવા માટે વિશ્વ કક્ષાનું આયોજન પણ જોવા મળી રહ્યું છે અને આ મહોત્સવ હજુ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે ત્યારે આ મહોત્સવનો લ્હાવો લેવા માટે લાખો લોકો રોજ આવી પણ રહ્યા છે.
ત્યારે આ મહોત્સવમાં તમામ પ્રકારના મનોરંજની ખુબ જ સુંદર વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે, જેમાં બાળકોથી લઈને વૃધો સુધી દરેક ઉંમરના લોકો આનંદ માણી શકે છે. આ મહોત્સવનું એક ખાસ આકર્ષણ તાંઝાનિયાના યુવકો દ્વારા કરવામાં આવતા કેટલાક કરતબો પણ છે, જેમાં તે રબરની માફક વળી અને લોકોનું મનોરંજન કરતા જોવા મળી રહ્યા છે.
એક યુવક અને તેની ટીમ યોગા અને જીમનાસ્ટીક અને બેલેન્સિગ જેવી કરતબ રજૂ કરીને લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. આ લોકોની ટીમ નગરમાં અકર્ષણનું કેન્દ્ર બની છે. આ ટિમ સાથે આવેલા એક યુવકનું નામ છે સેમસી ઓમાની, જે મૂળ તાંઝાનિયા ઇસ્ટ આફ્રિકાનો નિવાસી છે. તે પોતાની ટીમ સાથે આ મહોત્સવમાં સતત 1 મહિના સુધી સેવા આપવા માટે આવ્યો છે.
સેમસી ઓમાની નામના યુવકની મુલાકાત 1999માં પહેલીવાર પ્રમુખ સ્વામી મહારાજ સાથે થઇ હતી, ત્યારે આ યુવકનું જીવન સાવ જુદું હતું. તે રોજ નોનવેજ ખાતો હતો, સિગારેટ અને બીજા અન્ય વ્યસનોમાં ડૂબી ગયો હતો. પરંતુ બાપાના સંપર્કમાં આવ્યા બાદ આ યુવકનું જીવન સાવ બદલાઈ ગયું. બધા જ વ્યસનોમાંથી મુક્ત થઈને હવે તે શાકાહારી જીવન વિતાવી રહ્યો છે અને આ મહોત્સવમાં ભાગ લેવા માટે ખાસ તે તાંઝાનિયાનાથી 9 લોકોની ટીમને લઈને સેવા આપવા આવ્યો છે.
View this post on Instagram