ખબર

તંજાનિયાની ખાણમાં કામ કરનારને લાગ્યો જૅકપૉટ, મળ્યા 26 કરોડના બે અનમોલ રત્ન

તંજાનિયાની એક ખાણમાં કામ કરનારા મજૂરને જેકપોટ હાથ લાગ્યો છે. આ વ્યક્તિને સરકારે 7.74 બિલિયન તંજાનિયા શિલિંગ એટલે કે 3.35 મિલિયન ડોલર(25 કરોડ 36 લાખ) નો ચેક આપ્યો. વાત કંઈક એવી છે કે ખોદકામ કરતી વખતે તેને ભારે ભરખમ બેશકિંમતી રત્ન મળ્યા હતા જેની સરકારે તેને ખુબ મોટી ધનરાશિ આપી હતી.

Image Source

ઘેરા જાંબલી અને નીલા રંગના બંન્ને રત્નો Saniniu Laizer નામના વ્યક્તિને મળ્યા હતા. તે ઉત્તરમાં તનજાયન્ટ ખાણો માંથી મળ્યા છે, તંજાનિયાની ખાણ મંત્રાલય પ્રવર્તકતાએ કહ્યું કે પહેલા રત્નનું વજન 9.27 કિલોગ્રામ અને બીજાનું વજન 5.103 કિલોગ્રામ છે.

Image Source

જણાવી દઈએ કે તંજાઈનાઈ રત્ન માત્ર પૂર્વ આફ્રિકી રાષ્ટ્રના એક નાના એવા ઉત્તરી ક્ષેત્રમાં જ મળી આવે છે. આ બંન્ને રત્નો વિશે માઇન મીનીસ્ટ્રીના સેક્રેટરી Simon Msanjila એ કહ્યું કે,”આજ ની ઘટના…મીરાનીના ખોદકામની શરૂઆત પછીથી ઇતિહાસમાં બે સૌથી મોટા રત્ન મળી આવ્યા”. આ રત્નીને તંજાનિયાની બેંકે ખરીદી લીધા છે. Saniniu ને આ ચેક આપવાના સમયનો કાર્યક્રમ ટીવી પર પણ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ મૌકા પર દેશના રાષ્ટ્રપતિ ohn Magufuli એ પણ Saniniu ને શુભકામના આપી હતી.

Image Source

જણાવી દઈએ કે તંજાનિયાએ આગળના વર્ષે દેશભરમાં આવા વ્યાપારિક કેન્દ્ર સ્થાપિત કર્યા જ્યા ખનનકર્મી સરકારને સોનુ અને રત્ન વહ્નેચી શકે છે. તેઓનો હેતુ અવૈધ ટ્રેડને રોકવાનો હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.