PM મોદી પણ જેના ટેલેન્ટની પ્રસંશા કરી ચુક્યા છે એવા Kili Paul ઉપર ચાકુ અને ડંડાથી કરવામાં આવ્યો હુમલો, હાલત છે ખુબ જ ખરાબ, જુઓ તસવીરો

ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ સોશિયલ મીડિયા પર દરરોજ ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. તેના વીડિયો જોઈને લોકોએ તેને ઘણો પ્રેમ પણ આપ્યો છે અને સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. તે બોલિવૂડ ગીતો પર વીડિયો બનાવે છે અને તેને ડબ કરે છે. PM મોદીએ પણ તેની પ્રસંશા પોતાની મન કી બાત કાર્યક્રમ દરમિયાન કરી હતી.

પરંતુ હવે તેની સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. કીલી પોલે એક વીડિયો અને સ્ટોરી શેર કરી છે જેમાં તે દુ:ખી છે અને તે પોતાના માટે પ્રાર્થના કરવા માટે જણાવી રહ્યો છે. વીડિયોમાં કીલી પોલ બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે અને કીલી પોલ ઘાયલ છે. તેણે કેપ્શનમાં લખ્યું કે લોકો મને નીચે લાવવા માંગે છે, પરંતુ ભગવાન મારી સાથે છે. મારા માટે પ્રાર્થના. વીડિયોમાં તેના હાથને પણ ઈજા થઈ છે અને તે પરેશાન દેખાઈ રહ્યો છે.

કીલી પોલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખ્યો છે જેમાં તેણે કહ્યું છે કે 5 લોકોએ મારા પર હુમલો કર્યો છે. તે સમયે હું મારી જાતને બચાવી રહ્યો હતો અને મારા હાથ-પગમાં છરા વાગી ગયા હતા. કીલી પોલે લખ્યું છે કે તેને 5 ટાંકા આપવામાં આવ્યા છે અને તે આ સમસ્યાનો સામનો કરી રહી છે.

કીલી પોલે એ પણ લખ્યું કે તે 2 લોકોથી પોતાને બચાવી રહ્યો હતો અને તે પછીથી ભાગી ગયા હતા. આ ઉપરાંત કીલી પોલે લખ્યું હતું કે તેને લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો અને લોકો તેને નિર્દયતાથી મારતા હતા. તે પહેલાથી જ દુખી છે. તેને એમ પણ જણાવ્યું કે તે ખૂબ જ ડરામણું હતું અને લોકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. તે લોકો કોણ હતા અને તેઓએ આવું શા માટે કર્યું તે જાણી શકાયું નથી.

Niraj Patel