મનોરંજન

15 કિલો વજન ઓછું કરીને હવે કંઈક આવી દેખાઈ છે 36 વર્ષની આ એક્ટ્રેસ, ફિલ્મોમાં બીજી વાર રોલ મેળવવા માટે કરી રહી છે આટલી મહેનત

“આશિક બનાયા આપને” ગીતમાં ભરપૂર રોમાન્સ કરનાર અભિનેત્રી જાડી થઇ ગયેલી, અત્યારે ફરી વજન ઉતાર્યો- જુઓ તસ્વીરો

પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દતાની હાલની તસ્વીર જોઈને બધાને હેરાન થઇ ગયા છે. હાલની તસ્વીર જોઈને કોઈ પણ કહી શકે છે કે, તનુશ્રીએ બૉલીવુડમાં ફરીથી ડેબ્યુ કરવાનું મન બનાવી લીધું છે. આ માટે તનતોડ મહેનત પણ કરી છે. તનુશ્રીએ 15 કિલો વજન ઓછું કરીને તેની ટ્રાન્સફોર્મેશનની આખી કહાની એક પોસ્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે સાથે જ એને બોલીવુડમાં પરત ફરવાને લઈને પણ સંકેત આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

થોડા સમય પહેલા ખબર આવી હતી કે, તનુશ્રી એક અમેરિકાની કંપનીમાં આઇટીમાં કામ કરી રહીછે. આ એક સારો અવસર બતાવીને તનુશ્રીએ કહ્યું હતું કે, તેની પાસે હંમેશા આઇટીમાં કામ કરવા માટે જરૂરી અનુશાસન, નિષ્ઠા અને દ્રઢ નિશ્ચય હતો. 8 નવેમ્બરના રોજ તેને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી લચક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

તનુશ્રીએ તેના ફોટોના કેપ્શનમાં લખ્યું કે, ‘મેં આ જોબ સ્વીકારી નથી. કારણ કે હું ફરીથી મારી એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા માંગુ છું. મહામારી પુરી થયા બાદ મારે આ નોકરી માટે એલ.એ. / ન્યુ યોર્કમાં રહેવું પડશે. જેના કારણે મને ત્રણ વર્ષ સુધી અમેરિકાથી ભારત પાછા આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માટે મારે 3 વર્ષનો કરાર પણ કરવો પડશે. સુરક્ષા ક્ષેત્રને કારણે આ નોકરીના નિયમો પણ કડક છે. જેથી કર્મચારીઓ વારંવાર નોકરી છોડી ન જાય.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

તનુશ્રીની હાલની પોસ્ટ જોતાં સ્પષ્ટ થાય છે કે તેણે બોલિવૂડમાં પાછા ફરવાના તેના ઇરાદાની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું, ‘કારણ કે હું દિલથી એક કલાકાર છું, જેને કેટલાક ખૂબ ખરાબ લોકો દ્વારા કરવામાં આવેલી તકલીફોને કારણે મારા કાર્ય અને કલાથી દૂર રહેવું પડ્યું, તેથી હું મારી કરિયર સાથે સંબંધિત કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવા માંગતી નથી. હું ફરી એકવાર બોલીવુડમાં પોતાના માટેના વિકલ્પો પર વિચાર કરી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

તનુશ્રી આગળ લખે છે, ‘મને બોલિવૂડ અને મુંબઇમાં કેટલાક ઘણા સારા લોકો મળ્યાં છે, તેથી હું ભારત પાછી આવી છું. હું અહીં થોડો સમય રહીશ અને કેટલાક સારા પ્રોજેક્ટ્સ પર કામ કરીશ. મને બોલિવૂડ તરફથી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

તનુશ્રી એવધુમાં જણાવ્યું હતું કે, ‘આ સમયે હું 3 સાઉથ ફિલ્મના મેનેજરો સાથે સંપર્કમાં છું જે મોટી ફિલ્મોમાં કામ કરવા માટે મને મદદ કરશે. હું મુંબઈની 12 કાસ્ટિંગ ઓફિસના સંપર્કમાં છું. આ એ લોકો છે જે સત્ય જાણે છે અંદરથી પણ મારો સાથ આપે છે. આ મારા શુભચિંતક છે. મોટા પ્રોડક્શન હાઉસ સાથે પણ લીડ રોલ માટેની વાતચીત ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

તનુશ્રીએ તેની પોસ્ટના અંતમાં કહ્યું હતું કે, મહામારીના કારણે શૂટિંગની તારીખ નક્કી નથી થઇ જેના કારણે હું કંઈ કહી શકતી નથી. હાલમાં જ મે એક બ્યુટી કોમર્શિયલ શૂટ કર્યું છે અને ઘોષણા કરી છે કે, હું પરત ફરી રહી છું. 15 કિલો વજન ઘટાડીને હું સારી દેખાવ છું.