“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં ઐય્યરનું પાત્ર નિભાવનાર તનુજનું છલકાયુ દર્દ, લોકો કહે છે કે તમારી પત્ની કેમ

TMKOCના ઐય્યરનું છલકાયુ દર્દ, થઇ ગયા ભાવુક…જાણો શું શું કહ્યું

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં છેલ્લા કેટલાક સમયથી થોડા બદલાવ આવ્યા છે અને કેટલાક પાત્રો આ શો છોડી જતા રહ્યા છે તો તેમની જગ્યાએ કેટલાક નવા કલાકારો પણ આવ્યા છે. આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેમાંના જ એક છે શોમાં ‘ઐય્યર’નું પાત્ર નિભાવતા તનુજ મહાશબ્દે.

આમ તો ઐય્યર ભાઇનું પાત્ર પણ મશહૂર છે. પરંતુ લોકો ઘણીવાર તેમની સલામતી વિશે નહિ પરંતુ શોમાં તેમની પત્નીનું પાત્ર નિભાવતી અભિનેત્રી વિશે પૂછતા રહે છે. તનુજે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

તનુજે ભાવુક થતા જણાવ્યુ હતુ કે, કેવી રીતે લોકો તેમને હંમેશા તેમની રીલ લાઇફ પત્ની વિશે પૂછતા રહે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં તેમના કેરેક્ટર વિશે વાત કરતા કહ્યુ કે, હું મરાઠી કલ્ચરનો છું, પરંતુ મારે તમિલ કલ્ચરમાં જવાનુ હતુ. આ માટે મને ઘણી તૈયારીઓ કરવી પડી હતી. માત્ર મારો કલર જ મારો સાથ આપી રહ્યો હતો પરંતુ બાકી કંઇ મારી સાથે ન હતુ. બધુ મેં અહીં આવી ડેવલોપ કર્યુ.

તનુજ મહાશબ્દે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, રિયલ લાઇફમાં હું કયાંય જઉં તો લોકો પૂછે છે કે, તમારી પત્ની કેવી છે, કોઇ એમ નથી પૂછતુ કે ઐય્યર કેમ છે ? ઐય્યર ફેમસ પાત્ર છે, પરંતુ તનુજ  નહિ. હું ઇચ્છીશ કે તનુજ પણ લોકો વચ્ચે ફેમસ હોય. મારી ઓળખ એક કોમેડી અભિનેતાના રૂપમાં હોય.

તેમણે આગળ જણાવ્યુ કે, હું સમજુ છે કે, ઐય્યર એક મોટુ પાત્ર છે અને આ માટે ફેમસ છે, પરંતુ મારુ માનવુ છે કે, લોકો તે વ્યક્તિને પણ જાણે જે ઐય્યરની ભૂમિકા નીભાવી રહ્યા છે.

Shah Jina