જીવનની અંદર ઘણી સમસ્યાઓ આવતી હોય છે, દરેક વ્યક્તિનું જીવન કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલું હોય છે, ઘણીવાર મહેનત અને ઘણા ઉપાયો કરવા છતાં પણ સમસ્યાઓના સમાધાન નથી માલ્ટા હોતા ત્યારે જીવનમાં આવેલા બધા જ સંકટો દૂર કરવા માટે સંકટ મોચન હનુમાનજી કામ આવે છે. તમારા જીવનની અંદર પણ જો પૈસા, વ્યાપાર, નોકરી, લગ્ન જેવી બીજી પણ કેટલીય સમસ્યા હોય તો હનુમાન દાદાના આ ઉપાયને મંગળવાર અને શનિવારના દિવસે કરો, તમારા જીવનની મુશ્કેલીઓ તત્ર દૂર થઇ જશે.

આ ઉપાયમાં સૂચવેલા મંત્રોચ્ચાર કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો સાથે હનુમાન દાદાને બૂંદીના લાડુનો ભોગ પણ ધરાવવો, જેના કારણે તમારા જીવનની તકલીફો હનુમાનજી પ્રસન્ન થઈને દૂર કરી દેશે.
મનોકામના પૂર્તિ માટે:
શનિવાર અને મંગળવારના દીસવે મનોકામના પૂર્તિ માટે શનિવાર અથવા મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સામે બેસીને 108વાર જાપ કરવામાં આવે તો ઘણી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંત્ર: ॐ महाबलाय वीराय चिरंजिवीन उद्दते। हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये।।
સમસ્યાઓથી મુક્તિ મેળવવા:
તમારું જીવન પણ સમસ્યાથી ઘેરાઈ ગયેલું હોય તો શનિવારની સાંજે સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હનુમાનજીના આ મંત્રનો જાપ લાલ રંગની માળા દ્વારા 108 વાર કરવો.
મંત્ર: ।। ॐ मारकाय नमः ।।

નોકરી, રોજગાર અને લગ્ન સંબંધી સમસ્યાઓ માટે:
મંગળવાર અથવા તો શનિવારના દિવસે લાલા ચંદનની માલા લઈને આ મંત્રનો જાપ 108 વાર કરવો, જેનાથી નોકરી, રોજગાર અને લગ્ન જેવી સમસ્યાઓ દૂર થશે.
મંત્ર: ।। ॐ पिंगाक्षाय नमः ।।
માન, સન્માન અને યશ પ્રાપ્તિ માટે:
જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ માટે શનિવાર અને મંગળવારના દિવસે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી આ મંત્રનો જાપ અગિયારસો વખત લાલ તુલસી અથવા તો લાલ મણકાની માળાથી કરવો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસમાં તમને ફાયદો થતો જોવા મળશે.
મંત્ર:।। ॐ व्यापकाय नमः ।।

જીવનની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ:
જીવનની દરેક સમસ્યાઓના રામબાણ ઈલાજ મમાટે નીચે આપેલા સિદ્ધ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ 108 વાર શનિવાર આઠવતો મંગળવારના દિવસે કરવામાં આવે તો દરેક સમસ્યા દૂર થાય છે.
મંત્ર: ।।ॐ तेजसे नम:।।, ।।ॐ प्रसन्नात्मने नम:।।, ।।ॐ शूराय नम:।।, ।।ॐ शान्ताय नम:।।, ।।ॐ मारुतात्मजाय नमः।। ।।ॐ हं हनुमते नम:।।