સંબંધ બાંધી રહેલા પ્રેમી-પ્રેમિકાને તાંત્રિકે સુપરગ્લુથી ચોંટાડી દીધા, પછી પ્રાઇવેટ પાર્ટમાં ચાકુ મારીને કરી હત્યા, જાણો સમગ્ર મામલો

નજર સામે રંગરેલિયા મનાવતા પ્રેમી-પ્રેમિકા પર તાંત્રિકે નાખી ફેવીક્વિક, પછી નીચેના ભાગે ચાકુ ઘુસાડ્યું, દર્દનાક કિસ્સો…

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવતા હોય છે, ઘણીવાર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. આજે જમાનો ભલે ગમે એટલો આધુનિક કેમ ના થઇ ગયો હોય, પરંતુ ઘણા લોકો એવા હોય છે જે તાંત્રિક વિદ્યા અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય છે, આવી અંધશ્રદ્ધાને લઈને પણ ઘણા લોકોની હત્યા કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે રાજસ્થાનના ઉદયપુરમાંથી. જે ઘટના સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. આ મામલામાં પોલીસે એક તાંત્રિકની ધપડક કરી છે. આ તાંત્રિકે ટોટકાનું બહાનું કાઢીને પરણિત યુવક અને તેની પ્રેમિકાને શરીર સંબંધ બનાવવા માટે કહ્યું અને તે દરમિયાન જ તેમના પર ફેવીક્વિક ફેંકી અને બંનેને ખરાબ રીતે ચોંટાડી દીધા. જેના બાદ ચાકુ અને પથ્થરથી તેમના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા.

રુંવાડા ઉભા કરી દેનારી આ ઘટના ગોગૂંદા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં કોલાબાવડીના જંગલોમાં 18 નવેમ્બરના રોજ 30 વર્ષીય સરકારી શિક્ષક રાહુલ મીણા અને તેની 28 વર્ષીય પ્રેમિકા સોનુ કુંવરની લાશ કપડા વગર મળી આવી હતી. જેની જાણકારી મળ્યા બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલામાં 50 જગ્યાએથી CCTV ફૂટેજ તપાસ્યા અને 200 લોકો સાથે પુછપરછ પણ કરી હતી. જેના બાદ સાક્ષીઓના આધારે સંદિગ્ધ 55 વર્ષીય તાંત્રિક ભાલેશ કુમારની ધરપકડ કરવામાં આવી અને પુછપરછમાં તેને હત્યાનો ગુન્હો કબુલ્યો. તાંત્રિકે એમ પણ કહ્યું છે કે મૃતક રાહુલ તેની દીકરી પર ખરાબ નજર રાખી રહ્યો હતો. રાહુલને ચેતવણી આપવા છતાં તે માન્યો નહોતો.

મીડિયા રિપોર્ટ અનુસાર તાંત્રિક ભાલેશ 7-8 વર્ષથી ભાદવી ગુડામાં આવેલા ઈચ્છાપૂર્ણ શેષનાગ ભાવજી મંદિરમાં રહીને લોકોના કષ્ટ નિવારણ માટે તાબીજ બનાવીને આપતો હતો. સોનુ અને રાહુલ પણ અહીં આવતા હતા અને મંદિરમાં દર્શન કરવા દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો હતો. જેના કારણે રાહુલ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. પત્નીએ તાંત્રિક પાસે મદદ માંગી હતી. તાંત્રિકે રાહુલની પત્નીને તેમના સંબંધો વિશે બધું જ જણાવી દીધું. જેના બાદ તાંત્રિક પોતે જ રાહુલની પ્રેમિકાની નજીક જવા લાગ્યો.

જેના બાદ રાહુલ અને સોનુએ તાંત્રિકને બદનામ કરવાની ધમકી આપી. ભક્તોની વચ્ચે પોતાનું નામ ખરાબ ના થાય તે માટે થઈને તાંત્રિકે બંનેને રસ્તામાંથી હટાવવાનો જ પ્લાન બનાવી લીધો. જેના બાદ તેણે 50 ફેવીક્વિકના પાઉચ ખરીદ્યા અને તેના લીકવીડને એક બોટલમાં ભરી લીધું. જેના બાદ 15 નવેમ્બરના રોજ બંનેને ટોટકાના બહાને સુખડીયા સર્કલ પાસે બોલાવીને ગોગૂંદા વિસ્તારમાં આવેલા એકાંત જંગલમાં લઇ ગયો. જ્યાં બંનેને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું અને તે દરમિયાન જ તેમના પર ફેવીક્વિકનું લીકવીડ નાખી ચોટાંડી દીધા. અલગ થવાના ચક્કરમાં બંનેની ચામડી પણ ઉખડી ગઈ.જેના બાદ ચાકુ અને પથ્થરથી તેમના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી તાંત્રિક ભાગી છૂટ્યો.

Niraj Patel