ઘણીવાર એવી એવી મોડલ સામે આવતી હોય છે કે તેની ખૂબસુરતી જોઇને ચાહકોના છક્કા છૂટી જાય. પરંતુ આ વખતે જે મોડલની કહાની અમે તમને જણાવવા જઇ રહ્યા છે તે એક કાર મિકેનિક છે અને સાથે સાથે મોડલિંગ કરે છે. જો કે, તેનો દાવો એ છે કે તે વિશ્વની સૌથી હોટ મિકેનિક છે. તે કહે છે કારની સર્વિસ દરમિયાન ઘણા લોકો તેને મળવા માટે કહે છે પરંતુ તે લોકોને વારંવાર ના કહેતી રહે છે. મોડલિંગમાં પણ તે ઘણી જ લોકપ્રિય છે અને તે ફિલિપાઇન્સની રહેવાસી છે.
જો કે, તે પોતાને પ્રાઉસ ફિલિપિના બ્યુટી તરીકે દર્શાવે છે. આ મોડલ અને મિકેનિકનું નામ ટેન્ટિન લેગાસ્પી મેનેસિસ છે. ખાસ વાત એ છે કે તે 10 વર્ષથી મિકેનિક તરીકે કામ કરે છે. ટેન્ટિને આ કામ 15 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું અને હવે તે 26 વર્ષની થઈ ગઈ છે.ટેન્ટિન કહે છે કે તેને પુરુષોની કમેન્ટ્સથી કોઈ વાંધો નથી. તેનું મુખ્ય ધ્યાન કામ પર છે. ‘ધ સન’ સાથેની વાતચીતમાં તેણે કહ્યું – મને એકલા કામ કરવું ગમે છે.
કારણ કે મને પુરુષો તરફ જોવામાં અસ્વસ્થતા અનુભવાય છે. ટેન્ટિન કહે છે કે જે લોકો મને અહીં કામ કરતા જુએ છે તેઓ મને પ્રશ્ન કરે છે અને પછી વાત શરૂ કરે છે. જો કે મારું ધ્યાન શક્ય તેટલું જલ્દી મારું કામ પૂર્ણ કરવા પર રહેતું હોય છે. હવે હું તેમને અવગણવાનું શીખી ગઇ છું. તે આગળ કહે છે કે, મેં આ વ્યવસાય પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પસંદ કર્યો નથી.
View this post on Instagram
આ કામ હું મારા માટે કરું છું. કોઈ મારા વિશે શું વિચારે છે તેની મને પરવા નથી. શ્રેષ્ઠ ઉકેલ એ છે કે તેમને અવગણવું. હું કમેન્ટ્સની મારા પર અસર થવા દેતી નથી. ટેન્ટિન કહે છે કે જ્યારે તે હાઈસ્કૂલમાં હતી ત્યારે તેણે મિકેનિક બનવાનું વિચાર્યું હતું. પરંતુ આ વ્યવસાયમાં પુરુષોનું વર્ચસ્વ છે. તેથી જ તેના શિક્ષકો તેને આવું કરવા દેવા માંગતા ન હતા. આ હોવા છતાં, ટેન્ટિને ઓટોમોટિવ કોર્સમાં એડમિશન લીધું અને હવે તે તેની દુકાનમાં કામ કરે છે.
View this post on Instagram
ટેન્ટિન કહે છે કે તે નાનપણથી જ કારના પાર્ટ્સ સાથે રમતી હતી. કારને લગતું કામ તેને સરસ લાગે છે. ટેન્ટિને કહ્યું- હું મોડલિંગ પણ કરું છું. તેથી જ હું ગ્લેમ મેકઅપ કરું છું અને પછી મારે મિકેનિક તરીકે કામ કરવાનું હોય છે. જેમાં મારા હાથ ગંદા થતા રહે છે. મને કાર પર કામ કરવાનું પસંદ છે.