એક એપિસોડમાં બાઘાના પપ્પાએ ભીડેને ઠગી લીધા હતા, જુઓ રસપ્રદ વીડિયો
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે બાઘાભાઇનું.
તન્મય વેકરિયા ઉર્ફે બાઘાની તારક મહેતા શો સાથે જોડાવવાની એક દિલચસ્પ કહાની છે. શોના નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ટેમ્પરરી રિપ્લેસમેન્ટ તરીકે તન્મય વેકરિયાને લાવવામાં આવ્યા હતા.
શોમાં બતાવવામાં આવ્યુ હતુ કે નટુકાકા કેટલાક દિવસ સુધી છુટ્ટી પર જઇ રહ્યા છે અને તેમની જગ્યાએ બાઘાને કામ પર લગાવી દીધો, કેટલાક દિવસો સુધી શોનો ભાગ રહ્યા બાદ તે આ શોમાં પર્માનેંટલી જામી ગયા. લોકો તેમના અભિનયને ખૂબ પસંદ કરવા લાગ્યા.
તન્મય વેકરિયા પહેલા થિયેટરમાં કામ કરતા હતા. 15 વર્ષ સુધી તેમણે સ્ટેજ સાથે જોડાઇને કામ કર્યુ. તેમના પિતા અરવિંદ વેકરિયા પણ ગુજરાતી સ્ટેજ ડ્રામાના જાણિતી કલાકાર છે. તન્મય ગુજરાતથી છે.
કયારેક તન્મય 4 હજારની નોકરી કરતા હતા અને પરિવારનું પેટ પાળતા હતા. પરંતુ તારક મહેતા શોએ તેમનું જીવન બદલી નાખ્યુ. શોએ તેમને પોપ્યુલારિટી સાથે સાથે નામ અને પૈસા પણ આપ્યા.
તારક મહેતા શોમાં બાઘાને વર્ષ 2010માં પહેલીવાર રોલ મળ્યો હતો. ત્યારથી તે આ રોલમાં છે. તન્મય પહેલા બેંકના કર્મચારી હતા. તે ત્યાં માર્કેટિંગ એગ્ઝીક્યુટિવનું કામ કરતા હતા. તેમનો મહિનાનો પગાર 4 હજાર રૂપિયા હતો. એક રીપોર્ટ અનુસાર આજે તન્મય પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેને એક એપિસોડ દીઠ 22થી 24 હજાર રૂપિયા મળે છે.
તન્મયના પિતા પણ શોમાં નાના રોલમાં જોવા મળ્યા હતા. દિલચસ્પ વાત એ છે કે, કેટલાક વર્ષ પહેલા અભિનેતાએ શોમાં તેમની ઉપસ્થિતિ દર્જ કરાવી હતી. તમને કદાચ હોય તો જણાવીએ કે આત્મરામ ભિડે ઓનલાઇન ઠગીનો શિકાર થયા હતા.
ત્યારે તેમને પૈસાની જરૂરત હતી. એવામાં તેમની પત્ની માધવી ભિડેના દાગીના એક જવેરી પાસે તેઓ ગિરવે મૂકવા ગયા હતા. બાદમાં આ જવરીએ તેમને દગો આપ્યો હતો. જુઓ વીડિયોમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા.
શોમાં બાઘાભાઇ દર્શકોને ઘણિ હસાવે છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે, તન્મય અભિનય પહેલા બેંકમાં નોકરી કરતા હતા. જનસત્તાના રીપોર્ટ અનુસાર, આ શો પહેલા તન્મય કોટક મહિંદ્રા બેંકમાં માર્કેંટિંગ એક્ઝિકયૂટિવ તરીકે કામ કરતા હતા. જેેના માટે તેમને 4 હજાર રૂપિયા સેલેરી મળતી હતી.
આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આ શોના બધા કલાકારો દર્શકોના દિલ પર રાજ કરે છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના બધા કલાકારોને આમ તો ઘણો પ્રેમ મળે છે. આમાંથી જ એક છે, જેઠાલાલની ગડા ઇલેકટ્રોનિક્સમાં કામ કરતા બાઘાભાઇ.