ખબર

લવ જેહાદની જાહેરાત બાદ ફરીવાર એક બીજી જાહેરાતને લઈને મુશ્કેલીમાં મુકાયું તનિષ્ક, થઇ રહી છે ફરી આલોચના

થોડા સમય પહેલા ટાટા ગ્રુપની બ્રાન્ડ તનિષ્કની એક જાહેરાતે ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં લોકોએ લવ જેહાદને લઈને વિરોધ પણ નોંધાવ્યો હતો, અને તનિષ્ક દ્વારા એ જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી હતી.

Image Source

પરંતુ હાલ દિવાળીનો તહેવાર આવતો હોવાના કારણે તનિષ્ક દ્વારા પોતાની એકત્વમ બ્રાન્ડ માટે એક નવી જાહેરાત બનાવવામાં આવી અને તેને પ્રસારિત કરતા ફરી તે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે તનિષ્ક દ્વારા આ જાહેરાતને પણ બંધ કરવાની ફરજ પડી રહી છે.

Image Source

તનિષ્ક દ્વારા રજૂ કરવામાં આવેલી આ નવી જાહેરાતની અંદર અભિનેત્રી નીના ગુપ્તા, નિમરત કૌર, સાયની ગુપ્તા અને અલાયા ફર્મીચરવાલા એક સંદેશ આપતી જોવા મળી રહી છે. તે તનિષ્કનાં ઘરેણા પહેરતા પહેરતા જણાવી રહી છે કે આ વર્ષે કેવી રીતે દિવાળી મનાવવી જોઈએ? અને શું શું કરવું જોઈએ? અને શું ના કરવું જોઈએ?

Image Source

આ જાહેરાત શરૂ થવાની સાથે જ અભિનેત્રી તેમાં કહે છે: “હકીકતમાં કોઈ ફટાકડા નહિ, મને નથી લાગતું કે કોઈ ફટાકડા સળગાવવા જોઈએ.” ત્યારબાદ ત્રણેય અભિનેત્રીઓ પોતાની વાત રાખે છે. છેલ્લે બધી ભેગી થઈને ખડખડાટ હસે છે. અને ત્યાંજ આ જાહેરાત પૂર્ણ થઇ જાય છે. હવે સોશિયલ મીડિયા ઉપર આ જાહેરાતને બૅન કરવાની માંગ ચાલી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે હવે તનિષ્કની જાહેરાત તેમને જણાવશે કે આપણે કેવી રીતે દિવાળી મનાવવી જોઈએ. કર્ણાટકના ભાજપના વિધાયક સીટી રવિએ ટ્વીટર ઉપર તનિષ્કની આલોચના કરી છે. સાથે જ કહ્યું છે કે: “કંપની પોતાની પ્રોડક્ટ વેચવા ઉપર ધ્યાન આપે. લોકોને એ ના શીખવાડે કે ફટાકડાથી કેવી રીતે બચવું જોઈએ. અમે લાઈટ સળગાવીશું, મીઠાઈઓ વહેંચીશું અને ગ્રીન ફટાકડા પણ સળગાવીશું.”

તો એક બીજા યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે: “#boycotttanishq શું તમે અમને શીખવાડશો કે અમે દિવાળી કેવી રીતે મનાવીએ?” તો એક બીજા યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે: “આ દિવાળી ચાલો એકજુથ થઈ અને ધર્મના દુશ્મનોનો બહિષ્કાર કરીએ.”