ખબર

તનિષ્કની જાહેરાતમાં એવું તો શું છે જેને લોકો “લવ જેહાદ” જણાવીને બૉયકૉટનું કેમપેન ચલાવી રહ્યા છે?

ટાટા કંપનીની જવેલરી બ્રાન્ડ તનિષ્ક વિરુદ્ધ ટ્વીટર ઉપર છેલ્લા કેટલાય કલાકોથી બૉયકૉટનો ફતવો ચાલી રહ્યો છે. કારણ બની છે આ કંપનીની એક જાહેરાત. જેને જોઈને તથાકથિત લવ જેહાદના ડરથી આશંકિત લોકોનો ટ્વીટર ઉપર ગુસ્સો ફૂટી રહ્યો છે. તો ઘણા સેલેબ્રિટીઓ પણ તેના સ્પોર્ટમાં સામે આવ્યા છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે તનિષ્ક કંપનીએ પોતાની આ જાહેરાતનો વિડીયો હટાવી દીધો છે. ચાલો જાણીએ આખો મામલો.

એવું તો શું હતું વિડીયોમાં કે લોકો બહિષ્કાર કરવા લાગ્યા?
તનિષ્કની નવી રેન્જ એકત્વમનો માટેનો એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં એક મુસ્લિમ પરિવારમાં એક હિન્દૂ મહિલાને વહુના રૂપમાં બતાવવામાં આવી છે. મુસ્લિમ પરિવાર પોતાની વહુ માટે ઘર ઉપર સીમંત હિન્દૂ રિવાજ પ્રમાણે કાર્યક્રમ શરૂ કરે છે. તેની અંદર સાસુ વહુના સંવાદો છે.

Image Source

વહુ: આ રિવાજ તો તમારા ઘરની અંદર નથી થતોને મા?
સાસુ: “પરંતુ દીકરીને ખુશ રાખવા માટેનો રિવાજ તો દરેક ઘરમાં થાય છે જ ને !”

હવે આ વાતને લઈને ટ્વીટર ઉપર ધમાલ મચી ચુકી છે. આનન-ફાનનમાં તેને બૉયકૉટ ટ્રેન્ડ કરવા લાગ્યા. તો અભિનેત્રી કંગના રનૌત પણ આમ કૂદી પડી.

Image Source

કંગનાએ આ વિડીયો ઉપર ટ્વીટ કરીને જણાવ્યું છે કે: “આ જાહેરાત ઘણા સ્તરે ખોટી છે. હિન્દૂ વહુ લાંબા સમયથી પરિવાર સાથે રહે છે. પરંતુ તેનો સ્વીકાર ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે તે પરિવારને ઉત્તરાધિકારી આપવાની હોય છે. શું તે ફક્ત બાળકો પેદા કરવા માટે છે? આ જાહેરાત ના ફક્ત લવ જેહાદને પ્રમોટ કરવાની છે પરંતુ લિંગભેદમાં પણ વધારો કરે છે.

કંગના ઉપરાંત પણ બીજા ઘણા લોકોએ આ જાહેરાત સંદર્ભે ટ્વીટ કરી છે. ઘણા લોકો આ જાહેરાતની વિરોધમાં ઉતર્યા છે તો ઘણા સમર્થન પણ કરી રહ્યા છે. જો કે પહેલા પણ આવી ઘણી જાહેરાતોનો વિરોધ થઇ ચુક્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.