કાજોલની બહેન એટલે કે તનીષા મુખર્જી માલદીવમાં મનાવી રહી છે વેકેશન, સમુદ્રમાં ચિલ કરતા શેર કરી તસવીર

વાહ સાળી હોય તો આવી…નસીબદાર અજય દેવગનની સાળી માલદીવ્સમાં જલસા કરી રહી છે જુઓ PHOTO

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

કાજોલની બહેન એટલે કે અભિનેત્રી તનીષા મુખર્જી ભલે હવે ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ તે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે જેમાં તેની અલગ-અલગ સ્ટાઇલ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તેવામાં તનિષા મુખર્જીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તેમાં તે વેકેશન મનાવતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તનીષા મુખર્જીની માલદીવ વેકેશનની તસવીરો ચાહકોના દિલ જીતી રહી છે. તાજેતરમાં જ તનિષા મુખર્જીએ કેટલીક તસવીરો શેર કરી છે

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

જેમાં તનિષાની ગ્લેમરસ સ્ટાઇલ જોવા મળી રહી છે. તનીષા મુખર્જીએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું, ‘ટેક મી બેક’ આ તસવીરોમાં તનિષા મુખર્જી તેના મિત્રો સાથે સમુદ્રમાં ચિલ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તનીષા ગુલાબી આઉટફિટ અને મોટા ચશ્મામાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે. તનીષાની તસવીરોને અત્યાર સુધી હજારો લાઈક્સ મળી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by (@repostdinesh)

તનિષાને માલદીવ ખૂબ પસંદ છે તે તેની તસવીરો પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તનિષા મુખર્જીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. કાજોલની નાની બહેન તનીષા મુખર્જીને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. તનિષા મુખર્જી પણ પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તનિષાએ પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત હોરર-થ્રિલર ફિલ્મ Sssshhhhથી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી તનુજાની નાની પુત્રી તનીષા મુખર્જીની ફિલ્મી કારકિર્દી તેના પરિવારના વારસા જેટલી ભવ્ય હતી નહિ. તનિષા પડદા પર છેલ્લે 2016માં ફિલ્મ ‘અન્ના’માં જોવા મળી હતી. તનિષા મુખર્જીએ સામાજિક કાર્યકર અન્ના હજારેની બાયોપિકમાં પત્રકારની ભૂમિકા ભજવી હતી. આ પછી તનિષા મુખર્જી ‘બિગબોસ’માં જોવા મળી હતી.

શોમાં તનીષા મુખર્જી સાથી સ્પર્ધક અરમાન કોહલી સાથેના તેના સંબંધોને કારણે પણ ચર્ચામાં હતી. આ શો બાદ તનિષા મુખર્જી ‘ખતરોં કે ખિલાડી -7’માં પણ જોવા મળી હતી. કાજોલની વાત કરીએ તો તાજેતરમાં તે નેટફ્લિક્સ પર ફિલ્મ ‘ત્રિભંગા’માં જોવા મળી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

Patel Meet