અભિનેત્રી કાજોલની બહેન અને અજય દેવગનની સાળી તનિષા મુખર્જી બોલીવુડની દુનિયાથી દૂર છે પણ તેને લાઇમલાઈટમાં રહેવાનું ખુબ સારી રીતે આવડે છે. બોલીવુડની અમુક ફિલ્મોમા કામ કરીને તનિષાએ બૉલીવુડ હંમેશા માટે છોડી દીધું હતું.

એવામાં તાજેતરમાં તનિષા મુખર્જીની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તનિષાનો બોલ્ડ અવતાર જોઈ શકાય છે.

તસ્વીરમાં તનિષા પુલના કિનારે મસ્તી કરતી દેખાઈ રહી છે, તસ્વીરમાં તનિષા સાથે તેના અન્ય મિત્રો પણ દેખાઈ રહ્યા છે. તનિષાનો આવો અંદાજ ખુબ જ કાતિલાના લાગી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર શેર કરતા તનિષાએ કૈપ્શનમા લખ્યું કે,”સામાજિક લાઇફથી દૂર રહીને એકલામાં પોતાની સાથે સમય વિતાવી રહી છું”.આ કૈપ્શન દ્વારા તનિષા કહેવા માંગે છે કે સામાજિક જીવનથી દૂર રહીને પોતાને સમજવું પણ ખુબ જ જરૂરી છે.

પુલ કિનારે પોઝ આપતી તનિષાનો ગ્લેમર અંદાજ જોવા મળી રહ્યો છે. મોનોકોનીમાં પોઝ આપતી તનિષાની તસ્વીરો ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. બીજી એક તસ્વીરમાં તનિષા પોતાની ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.

આગળના ઘણા સમયથી તનિષા પાસે એકપણ પ્રોજેક્ટ નથી. તનિષાએ બિગ બોસ સીઝન -7 માં પણ હિસ્સો લીધો હતો. તે દરમિયાન તનિષાનું નામ અભિનેતા અરમાન કોહલી સાથે પણ જોડાયું હતું અને અફેરની ચર્ચા ચારે તરફ થઇ રહી હતી.

એવી પણ વાતો જાણવા મળી હતી કે બંન્ને બિગ બૉસ માંથી બહાર આવ્યા પછી લગ્ન કરી લેશે, પણ આમાનું કંઈપણ થયું ન હતું. તનિષાનાં અરમાન સાથેના રિલેશનને લીધે તેની ખૂબ આલોચના પણ કરવામાં આવી હતી.

પોતાની માં તનુજા અને બહેન કાજોલની જેમ તનિષા બોલીવુડમાં કઈ ખાસ નામના ન મેળવી શકી. તનિષાએ હિંદીના સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કામ કર્યું, જો કે ત્યાં પણ તે પોતાનું નામ બનાવવામાં નાકામ રહી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.