ફિલ્મી દુનિયા

બિકીનીમાં જોવા મળી અજય દેવગનની 76 વર્ષની સાસુ, લાડલી સાળીનાં જન્મ દિવસની પાર્ટીમાં સ્વિમિંગ ડ્રેસમાં જોવા મળ્યા મિત્રો અને પરિવારજનો

અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખરજીએ પોતાનો 42મોં જન્મ દિવસ 3 માર્ચના રોજ ઉજવ્યો, આ જન્મ દિવસની પાર્ટીમાં તેના પરિવારના કેટલાક સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા, આ પાર્ટીમાં ખાસ આકર્ષણ પુલ સાઈટ પાર્ટી હતી જેમાં આવનાર તમામ મહેમાનો સાથે પરિવારના સભ્યોને પણ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાના હતા.

અભિનેત્રી કાજોલ બહેનના જન્મ દિવસમમાં હાજર નહોતી રહી તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પાર્ટીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય તો તે તનિષા માતા અને એક સમયની દિગ્ગજ અભિનેત્રી તનુજા. તનુજાની ઉંમર અત્યારે 76 વર્ષની છે તે છતાં પણ અવાર નવાર તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે. તનિષાની આ પાર્ટીમાં પણ તનુજા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અભિનેત્રી તનુજાએ પણ પાર્ટીના થીમ પ્રમાણે બિકીની પહેરી હતી, ભૂરા રંગની બિકીનીમાં તનુજા 76 વર્ષે પણ ખુબ જ હોટ લાગી રહી હતી, તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં રાતો રાત વાયરલ થઈ ગયો હતો. તેને જોઈને ઘણા લોકો આ ઉંમરે પણ તેના વખાણ કરતા થાકતા નહોતા.

Image Source: Instagram

અભિનેત્રી તનિષા પણ પોતાના દેખાવના કારણે વારંવાર ચર્ચામાં આવતી હોય છે, તેના ઇન્સ્ટગ્રામ ઉપર શેર કરેલા આ પાર્ટીના ફોટો પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
તનિષાએ મોદી રાત્રે કેક કાપી હતી અને તેનો વિડીયો પણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર પણ કર્યો હતો. તનિષાએ પોતાની મા અને પોતાના નજીકના મિત્રો સાથે પાર્ટીનો આનંદ માન્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.