આ બાળકે 10 વર્ષની ઉંમરે ઊભી કરી દીધી પોતાની કંપની, જાણો દિલચસ્પ કહાની

તનિશ મિત્તલ : 8 ધોરણ બાદ સ્કૂલ છોડી દીધી, 10 વર્ષની ઉંમરે પોતાની કંપની ઊભી કરી CEO બની ગયો

10 વર્ષની ઉંમરમાં એક બાળક પાસેથી એ ઉમ્મીદ કરવામાં આવે છે કે તે સ્કૂલે જાય અને વધારે અભ્યાસમાં ધ્યાન આપે અને આગળ વધે. પરંતુ જલાંધરની મિડલ ક્લાસ પરિવારમાં પેદા થયેલ આ ઉંમરનું એક બાળક એક અલગ જ રસ્તા પર ચાલી રહ્યુ છે. તમામ કોશિશ છત્તાં પણ તેનું મન અભ્યાસમાં ન લાગ્યુ. કોમ્પ્યુટરને લઇને તે એટલો દીવાનો હતો કે બીજા વિષયની પુસ્તક ખોલવાનું પસંદ કરતો ન હતો.

8માં ધોરણ સુધી આવતા આવતા તેણે અલગ અલગ સોફ્ટવેર પર કામ કરવાનું, એનિમેશન, વેબ ડિઝાઇન, ટેક સિક્યોરિટી અને એથિકલ હૈકિંગ જેવી સ્કિલ્સ શીખવામાં પોતાને પૂરી રીતે સમર્પિત કરી દીધો. લગભગ 10 વર્ષની ઉંમરે આ બાળકે પોતાની કંપની ઊભી કરી દીધી.

INNOWEBS TECH ના CEO તનિશ મિત્તલના પિતાએ ઇંડિયા ટાઇમ્સ હિન્દી સાથે વાત કરતા જણાવ્યુ કે, 7 નવેમ્બર 2005ના રોજ તેમના બાળકનો જન્મ થયો હતો. તે શરૂઆતથી જ અલગ હતો. તે પોતે કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુુએટ છે. તેમના ગુણ તેમના દીકરામાં ટ્રાંસફર થવામાં સમય ન લાગ્યો. તનિશના પિતા નીતિન જયારે પણ ઘરે કોમ્પ્યુટર પર કામ કરતા તો તનિશ ઘણો હેરાનીથી તેમને જોતો હતો.

દીકરાની દિલચસ્પી જોઇ નિતિને 6 વર્ષની ઉંમરે કોમ્પ્યુટરનો બેસિક પાઠ શીખવાડી દીધો. પછી શુ, બાળકના હાથમાંથી જેમ રમકડુ ન છૂટે તેમ તેની આંગળીઓ કીબોર્ડ પર રમવા લાગી. 9 વર્ષની ઉંમર સુધી આવતા આવતા તો તનિશને ઇન્ટરનેટની સારી એવી સમજ થઇ ગઇ. તે ઘર પર જ ઇન્ટરનેટની મદદથી એનિમેશન, ઓડિયો, વીડિયો એડિટ, ફોટોશોપ અને ડિઝાઇન જેવા કામ કરવા લાગ્યો હતો.

નીતિન જણાવે છે કે, તેઓ તેમના બાળકની પ્રતિભાને દુનિયા સામે લાવવા માંગતા હતા. આ માટે તેમણે દીકરાને સાથ આપ્યો અને તેના ઇંટરેસ્ટનું સમ્માન કર્યુ. અહીં સુધી કે તનિશના સ્કૂલ છોડવાના નિર્ણયમાં પણ સહમતિ આપી. તનિશે ધોરણ 8 બાદ સ્કૂલને હંમેશા માટે અલવિદા કહી દીધુ. તેમના દીકરાની શરૂઆત સારી થઇ હતી, પરંતુ આગળ તેના માટે સરળ ન હતુ.

જલ્દી જ તે સમય આવ્યો જયારે તનિશને ઘરેથી નીકળી પોતાને પ્રોફેશનલ રીતે તૈયાર થવાની જંગ લડવાની હતી. આને જંગ એટલા માટે કહેવાય કારણ કે આટલા નાના બાળકને કોઇ પણ તેમના ત્યાં એડમિશન આપવા માટે તૈયાર ન હતુ. જેમ તેમ એક સંસ્થા તેના સાથે વાત કરવા માટે તૈયાર થઇ. શરૂઆતમાં તનિષની ઉંમર જાણી તેમણે ના કહી દીધી પરંતુ જયારે તનિશની ટેસ્ટ લીધી તો જાણ્યુ કે, કોર્સનો અડધો સિલેબસ તો તે પહેલાથી જ જાણે છે. તનિશની પ્રતિભાથી પ્રભાવિત થઇ સંસ્થાએ તેને એડમિશન આપી દીધુ અને તે પ્રોફેશનલ ડિપ્લોમા મેળવવામાં સફળ થયો.

આ તો ખાલી શરૂઆત હતી. આગળ તેના હુનરથી તનિશે તેનો રસ્તો સરળ કરી દીધો. ટેક ઇન્ડસ્ટ્રીના કેટલાક એક્સપર્ટ્સ સાથે મળ્યો અને કહાની આગળ વધી. તનિશના પિતા અનુસાર તનિશે તેના શહેરના કેટલાક સાયન્સ ઇવેન્ટમાં ભાગ લીધો જેનાથી તેને ફાયદો મળે. લોકોએ તેના કામની ઘણી સરાહના કરી. જેને કારણે તે આગળ વધી શકે. આજે પોતાની મહેનતના દમ પર તે પોતાની કંપની ચલાવે છે. તેમની કંપની વેબ ડેવલોપમેન્ટ, ક્લાઉડ બેઝ્ડ સોફ્ટવેર ડેવલોપમેન્ટ, એનિમેશન, વિઝ્યુલ ઇફેક્ટ્સ અને સાયબર સિક્યોરિટી & ટ્રેનિંગ જેવી સેવાઓ આપી રહી છે અને ધીરે ધીરે વધતી જઇ રહી છે.

છેલ્લા પાંચ જેટલા વર્ષોમાં તે સતત આગળ વધ્યા છે. પરિણામ સ્વરૂપે અલગ અલગ મંચ પર તે ઘણીવાર સમ્માનિત થઇ ચૂક્યા છે. સ્કિલ ડેવલોપમેન્ટ કંપની ડિયૂસોફ્ટે તેને એક સેમિનાર દરમિયાન ‘યંગસ્ટ આંત્રપ્રેન્યોર’ એવોર્ડથી સમ્માનિત કર્યો હતો. તે ‘પેજ-3 એક્સીલેંસ એવોર્ડ’થી પણ સમ્માનિત થઇ ચૂક્યો છે.

Shah Jina