ખબર

મોડેલને જજે પૂછ્યું: “તમને મોદી સાથે વાત કરવા મળે તો શું પૂછશો?” જવાબ સાંભળીને તમે પણ હેરાન રહી જશો

નરેન્દ્ર મોદીનું નામ આજે દેશમાં જ નહિ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. મોટી મોટી હસ્તીઓ તેમના વિશે વાત કરી અને અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે.

આવો જ એક કિસ્સો કોહિમામાંથી સામે આવ્યો, તમને જણાવી દઈએ કે કોહિમા નાગાલેન્ડની રાજધાની છે, હાલમાં જ ત્યાં મિસ કોહિમા 2019 પ્રતિયોગિતા યોજવામાં આવી. મિસ કોહિમા 2019ની ફાઇનલમાં છેલ્લે ત્રણ વિજેતાઓની પસંદગી થઈ. ફાઇનલ પ્રતિયોગિતામાં મુખ્ય વિજેતાનું ચયન થવાનું હતું.

Image Source

આ સ્પર્ધામાં જજ દ્વારા કેટલાક સવાલો પ્રીતિયોગીઓને પૂછવામાં આવતા હતા, આ સ્પર્ધાની એક મહિલા જેનું નામ વિકુઑનુઓ સાચુને એક જજ દ્વારા પ્રધાન મંત્રી મોદી વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો એનો જે જવાબ તેને આપ્યો તે અત્યારે ખુબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેનો જવાબ વાયરલ થઈ રહ્યો છે.

જજે એ પ્રતિયોગીને પૂછ્યું કે “તમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરવા માટે આમંત્રિત કરે તો તમે એમને શું પૂછશો?”

તે મહિલા પ્રતિયોગીએ જવાબ આપ્યો કે :”મને જો ભારતના પ્રધાનમંત્રી વાત કરવા માટે બોલાવે તો હું તેમને પૂછીશ કે તેઓ ગાયની જગ્યાએ મહિલાઓ ઉપર વધારે ધ્યાન આપે.”

તેનો આ જવાબ સાંભળીને પ્રેક્ષકો હસવા લાગ્યા. વિકુઑનુઓ સાચુ આ સ્પર્ધામાં બીજા નંબર પર રહી. જેની ઉંમર માત્ર 18 વર્ષની છે અને તે એક કોલેજ સ્ટુડન્ટ છે.