ખબર

પોતાના જન્મ દિવસે જ આ ધારાસભ્યનું કોરોનાના કારણે થયું મૃત્યુ, બીજી પણ બીમારીનો હતા શિકાર

કોરોના વાયરસના કારણે આપણા દેશમાં પણ હજારો લોકોના જીવ જઈ રહ્યા છે, આ વાયરસનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસે વધુ એક રાજકારણીનો જીવ લીધો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા તમિલનાડુના ડીએમકે વિધાયક અંબાજગનનું બુધવારના રોજ નિધન થયું છે.

Image Source

અંબાજગન 2 જૂનના રોજ કોરોના વાયરસના સંક્ર્મણમાં આવવાના કારણે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ખરાબ હતી અને આજે સવારે તેમની તબિયત વધુ પડતી ભાગડી હતી, હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને વેન્ટિલેટર ઉપર રાખવા ઉપરાંત દરેક પ્રકારની ચિકિત્સા આપવામાં આવી હોવા છતાં પણ તેમને બચાવી શકાય નહોતા.

Image Source

ડીએમકેના અધ્યક્ષ સ્ટાલીને પણ વિધાયકના મૃત્યુ ઉપર શોક વ્યક્ત કર્યો છે. તેમને અંબાજગનના બલિદાનને સલામ કર્યું છે અને પોતાના બધા જ કાર્યક્રમો પણ સ્થગિત કરી દીધા છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય અંબાજગનને કિડનીની બીમારી હતી અને તેમનું સુગર લેવલ પણ હાઈ હતું, તેમેં શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે તે હોસ્પિટલમાં ભરતી થયા હતા અને ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Image Source

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના ! ૐ શાંતિ !!

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.