સાઉથના દિગ્ગજ પ્રોડ્યૂસર રવિન્દ્ર હોટ અભિનેત્રી સાથે પરણી ગયો, લોકો બોલ્યા-ભાઈ આ છે સાચો પ્રેમ

છેલ્લા ઘણા સમયથી ફિલ્મ જગતમાંથી સારી અને ખરાબ ખબરો સામે આવી રહી છે. કેટલાકનું નિધન થઇ રહ્યુ છે, તો કેટલાક તેમના લગ્ન અને તેમની પ્રેગ્નેંસીની જાહેરાત કરી રહ્યા છે. હાલમાં થોડા સમય પહેલા બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુએ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને આ અગાઉ કેટલાક મહિના પહેલા આલિયા ભટ્ટે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે હાલમાં એક ગુડન્યુઝ સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી આવી રહી છે.

સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મીએ ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. અભિનેત્રીના આ બીજા લગ્ન છે, તેણે પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે.

જો કે, તેમનું લગ્નજીવન આગળ વધ્યુ નહિ અને ત્યારબાદ બંને અલગ થઈ ગયા અને અભિનેત્રીએ હવે બીજા લગ્ન કર્યા છે. સાઉથના લોકપ્રિય પ્રોડ્યૂસર રવિન્દ્ર ચંદ્રશેખરને ગઈકાલે 1 સપ્ટેમ્બર, 2022ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ તેમજ જાણીતી ટીવી ખુબસુરત હિરોઈન મહાલક્ષ્મી સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર સ્પીડમાં વાયરલ થઈ રહી છે,

જેમા દુલ્હનના તેમજ તેના લુકના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. રવિન્દ્ર ચંદ્રશેખરન અને મહાલક્ષ્મીના લગ્ન એક પ્રાઈવેટ સેરેમનીમાં ખૂબ જ નજીકના લોકો વચ્ચે થયા. સામે આવેલા ફોટોઝમાં મહાલક્ષ્મી પારંપરિક કપડાંમાં પોતાના પતિ રવિન્દ્રનો હાથ પકડીને દેખાઈ. આ દરમિયાન બંને એકબીજાને જીવનસાથીના રૂપમાં મેળવીને ખૂબ જ ખુશ દેખાયા.

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેની મુલાકાત ફિલ્મ ‘વિદિયુમ વરઈ કાથિરુ’ દરમિયાન થઈ હતી. ‘ આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધતી રહી. લગ્નની તસવીરો શેર કરતા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું મારી જાતને નસીબદાર માનું છું કે તમે મારા જીવનમાં આવ્યા છો. તમે મારા જીવનને તમારા પ્રેમથી ભરી દીધું છે. લવ યુ અમ્મુ.

આ તસવીરો સામે આવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. ઘણા લોકો આ નવા કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યાં કેટલાકને અભિનેત્રીના અચાનક આવી રીતે લગ્ન કરવા પર વિશ્વાસ નથી. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સીરિયસલી.. શું આ કોઈ સીરિયલનો પ્રોમો છે?’ જ્યારે એકે લખ્યું, ‘આ કેવી રીતે શક્ય બની શકે?’ અન્ય યુઝરે લખ્યું, ‘આશા છે કે આ માત્ર એક ફિલ્મ હશે.’

આ સિવાય આ તસવીરો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કાનમાની જેવી સિરિયલોમાં જોવા મળી છે. ત્યાં, રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરિયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

જેવા રવિન્દ્ર ચંદ્રશેખરન અને મહાલક્ષ્મીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવી, તેવી તરત જ વાયરલ થઈ ગઈ અને લોકોએ કમેન્ટમાં કપલને શુભકામનાઓ આપવાની શરૂ કરી દીધી. એક યુઝરે લખ્યું, આ છે સાચો પ્રેમ, બીજા યુઝરે લખ્યું- આ જોડી ખૂબ જ સુંદર છે.

YC