વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર ભડભડ સળગી ઉઠ્યું, માંડ માંડ બચ્યો ચાલકનો જીવ, લોકોમાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને વ્યાપો ફફડાટ, જુઓ વીડિયો

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવના કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધ્યા છે, ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે, અત્યાર સુધી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે ત્રણ લોકોના મોત પણ થઇ ચુક્યા છે, ત્યારે સરકારે પણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચિંગ ઉપર રોક લગાવી દીધી છે.

આ દરમિયાન જ વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ મામલો તામિલનાડુના તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાના ઔદ્યોગિક કેન્દ્ર હોસુરનો છે. શનિવારે અહીં એક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્કૂટર માલિક બેંગલુરુમાં એક ખાનગી ફર્મમાં સુપરવાઈઝર છે. સદનસીબે આ ઘટનામાં તે માંડ માંડ બચ્યો હતો.

પોલીસે જણાવ્યું કે હોસુરના રહેવાસી સતીશ કુમારે જોયું કે તેમના સ્કૂટરમાં સીટની નીચે અચાનક આગ લાગી ગઈ હતી. આ અણધારી ઘટનાથી હચમચી ગયેલા સતીશ સ્કૂટર પરથી કૂદી પડ્યો. થોડી જ વારમાં વાહન આગની લપેટમાં આવી ગયું હતું. જે બાદ રાહદારીઓ દોડી આવી આગ ઓલવવામાં મદદ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું.

સતીષે ગયા વર્ષે આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદ્યું હતું. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે અને હવે તે એક મોટો મુદ્દો બની ગયો છે. તાજેતરમાં આવી જ એક ઘટનામાં પિતા-પુત્રીના મોત થયા હતા. વેલ્લોર જિલ્લાના આ કિસ્સામાં તે ઘરે ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરી રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટ થયો અને ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી બંનેના મોત થયા. તિરુચિરાપલ્લી જિલ્લાના મનપ્પરાઈમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.

Niraj Patel