દેશનું ગૌરવ કરનાર યોગેશ જિમમાં ભરપૂર કસરત કર્યા બાદ થાળી પડ્યો, બાથરૂમમાં પડેલો હતો બોડી બિલ્ડર
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Tamil Nadu Body Builder Dead :ગુજરાત સમેત દેશભરમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકોના ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેક આવતા મોત થતા હોય છે, તો કોઈ જીમમાં કસરત કરતા કરતા પણ મોતને ભેટતું હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં એક બોલ્ડી બિલ્ડર અને ફિટનેસ ટ્રેનરનું કસરત કર્યા બાદ સ્ટીમ બાથ લેવા દરમિયાન મોત નીપજ્યું છે. બોડી બિલ્ડરને હાર્ટ એટેક આવતા જ લોકો પણ ચકચારી મચી ગઈ છે.
બોડી બિલ્ડરને આવ્યો હાર્ટ એટેક :
41 વર્ષીય ફિટનેસ ટ્રેનર અને બોડી-બિલ્ડર, જેમણે બોડી-બિલ્ડિંગ ક્ષેત્રે નવ મોટી ઇવેન્ટ્સ જીતી હતી અને 2022માં મિસ્ટર તમિલનાડુનો ખિતાબ જીત્યો હતો તેનું રવિવારે કોરાટ્ટુરમાં એક જીમમાં વર્કઆઉટ પછી મૃત્યુ થયું હતું. 2022માં મિસ્ટર તમિલનાડુનો ખિતાબ જીત્યા બાદ મેનામ્બેડુ, અંબત્તુરનો રહેવાસી યોગેશ જીમથી દૂર રહ્યો હતો, પરંતુ યોગેશ ફરીથી આવતા મહિને યોજાનારી બોડી બિલ્ડીંગ સ્પર્ધા માટે જીમમાં જોડાયો હતો.
વર્કઆઉટ બાદ સ્ટીમ બાથ લેવા ગયો :
જીમમાં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. આ સાથે યોગેશ કોરાત્તુર સ્થિત એક જીમમાં ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરતો હતો. રવિવારે યોગેશ તેના કેટલાક ગ્રાહકોને જીમમાં તાલીમ આપી રહ્યો હતો અને પોતે વર્કઆઉટ કરી રહ્યો હતો. લગભગ એક કલાક કામ કર્યા પછી, તે તેના સાથીદારોને કહીને બહાર આવ્યો કે તે થાકી ગયો છે અને સ્ટીમ બાથ માટે જઈ રહ્યો છે. લગભગ અડધા કલાક પછી પણ યોગેશ બહાર ન આવતાં તેના સાથીદારોને શંકા ગઈ.
દરવાજો તોડી બહાર કાઢ્યો :
જેના બાદ તેમને બાથરૂમમાં જઈને જોયું તો અંદરથી તાળું મારેલું જોવા મળ્યું. તેમણે દરવાજો ખટખટાવ્યો તો અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. જે બાદ યોગેશના સાથીદારોએ દરવાજો તોડીને જોયું તો યોગેશ જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. તેઓ તેને સરકારી કિલપૌક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (KMCH) લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું બહાર આવ્યું છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં