વધુ એક દુ:ખદ સમાચાર : સાઉથ ફિલ્મના મશહૂર અભિનેતા પાંડુનુ કોરોનાને કારણે નિધન

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તમિલ કોમેડી અભિનેતા પાંડુનું નિધન થયું છે. તે કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા અને તેઓ જીવનની જંગ હારી ગયા છે.તેમના અવસાનના સમાચાર સાંભળીને ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બધા સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પોતાની વિશિષ્ટ ભાવ-ભંગિમા અને મુખમુદ્રા માટે મશહૂર, તમિલનાડુના હાસ્ય કલાકાર પાંડુનું કોવિડ-19ના સંક્રમણને કારણે નિધન થયુ છે. તેમના પરિવારે આ વિશે જાણકારી આપી છે.

પાંડુના દીકરાએ પીટીઆઇને જણાવ્યુ કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા અને તેમને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની નાડીની ગતિ અચનાક ઓછી થઇ ગઇ હતી અને ગુરુવારે સવારે તેમનું નિધન થઇ ગયુ.

તમિલ કોમેડી અભિનેતાએ 74 વર્ષે તેમના અંતિમ શ્વાસ લીધા. પાંડુ અને તેમની પત્ની કુમુધાની રીપોર્ટ કેટલાક દિવસ પહેલા જ પોઝિટિવ આવી હતી.

તેઓ બંને ચેન્નાઇની પ્રાઇવેટ હોસ્પિટલમાં હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની પત્ની ICUમાં દાખલ છે. અભિનેતાની મોતની ખબર સાંભળતા જ ફિલ્મ ઇંડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.સોશિયલ મીડિયા પર બધા દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે અને દુખ પણ જાહિર કરી રહ્યા છે.

પાંડુનો જન્મ 19 ફેબ્રુઆરી 1947ના રોજ થયો હતો. તેમણે ઘણી ફિલ્મોમાં કોમેડી કરીને પોતાની ઓળખ બનાવી હતી. તેમનો ભાઈ પણ એક કોમેડિયન તરીકે ફિલ્મોમાં દેખાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ 6 મેના રોજ તેણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના અવસાન બાદ ટ્વિટર પર #rippandu ટ્રેન્ડ કરી રહ્યું છે. બધા સોશિયલ મીડિયા પર આ અંગે દુખ વ્યક્ત કરી રહ્યા છે. પાંડુએ સુપરસ્ટાર અજિત કુમારની ફિલ્મ ‘કઢલ કોટાઇ’માં પણરોલ કર્યો હતો. તેમને આ ફિલ્મથી લોકપ્રિયતા મળી હતી. તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોના દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. વિજય સ્ટારર ફિલ્મ ‘ઘીલ્લી’માં તેમણે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

Shah Jina