કોરોના વાયરસની મહામારી અને દેશભરમાં લાગેલા લોકડાઉનના કારણે દેશની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આ સમયમાં દરેક ક્ષેત્રમાં અલ્પવિરામ બાદ થોડાં પરિવર્તન તો થોડાં નવા નુસ્ખાઓ સાથે દેશ પાટે ચડવા માંડ્યો છે. મનોરંજન ક્ષેત્રે પણ થોડા પરિવર્તન જોવા મળી રહ્યા છે.
હવે હોમ મેઇડનો ટ્રેન્ડ આવ્યો છે જેમાં ઘરે બેઠા જ ઘણા અભિનેતાઓ અને ગાયકો કામ કરી રહ્યા છે. સાથે મોટા પ્રોડક્શન હાઉસ પણ આ દિશામાં આગળ વધ્યા છે. ઉપરાંત સંગીત ક્ષેત્રે હાલ એક એવો વર્ગ છે જે એવું માને છે કે સંગીતની રચના કરવા માટે સ્ટુડિયો સેટ અપ હોવું જરૂરી છે અને રેકોર્ડીંગ માટે સારા ડીવાઈસ પણ હોવા જોઈએ આ ઉપરાંત ખાસ વીડિયો આલ્બમ બનાવવા માટે સારો સેટ તૈયાર કરવો પડે પરંતુ આ માન્યતાનું ઘણા ગાયકો અને અભિનેતાઓ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.
એવી જ ગાયિકા સાંત્વની ત્રિવેદી જેમણે વાદલડી વરસી, રૂપાની ઝાંઝરી અને ગુજરાતી લવ મેશઅપ જેવાં અનેક ગીતોથી લોકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે. તેમણે જાણીતા સંગીતકાર અને મ્યુઝીક ડીરેક્ટર એવા પ્રિયા સરૈયા, સચિન જીગરની રચનાનું કવર વર્ઝન લોન્ચ કર્યું છે, સાંત્વની અવાજમાં ગવાયેલી જેમની એક કડી આજ કાલ સોશ્યલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે.
આ વિશે વધુમાં જણાવતા સાંત્વની ત્રિવેદી કહે છે કે “લોકડાઉનમાં કામ કરવાનું અમને એટલે વધારે અનુકુળ લાગ્યું કારણ કે આવું કરવા માટે અમે માનસિક રીતે વર્ષોથી તૈયાર હતા, અમે એવા શહેરથી આવીએ છે કે જ્યાં આ પ્રકારની સુવિધા છે જ નહીં કે અમે મોટા સેટ બનાવીએ કે મોટા સ્ટુડિયોમાં રેકોર્ડ કરીએ, એટલે આ અમારા માટે ખુબ સરળ બની ગયું. વધુમાં વિડીયો બનવવા માટે મારા ઘરના આંગણે અને અમારા ધાબે જ શૂટ કર્યું જેથી લોકડાઉનના નિયમોનો ભંગ પણ ના થાય.”
આ ગીત સાંત્વનીના અવાજમાં ત્યારે ખુબ જ પોપ્યુલર થયું હતું જયારે ફક્ત સાઉન્ડ ટેસ્ટિંગમાં એક વખત એમણે ગાયું હતું અને સોશ્યલ મીડિયામાં તે ખુબ વાઈરલ થયું, ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ ગીતના ફૂલ વર્ઝનની લોકો દ્વારા ખુબ માંગ કરવામાં આવી હતી.
અવાર નવાર લોકો ફરમાઈશ કરતા હતા એ જ અરસામાં પ્રિયા સરૈયા અને સચિન જીગરે આનું ફૂલ વર્ઝન લોન્ચ કર્યું, જેથી એનું કવર વર્ઝન કરવાની પ્રેરણા મળી વધુમાં સાંત્વની જણાવે છે કે એ પોતે સંગીતના આ બે મહાનુભાવોના ખુબ મોટા ચાહક છે. અને એમનો ખુબ આદર કરે છે.
સાંત્વની ત્રિવેદીથી પ્રેરણા લઇને આવી જ રીતે બધા કલાકારો હોમમેડ પ્રોડક્શનના ટ્રેન્ડને અપનાવે અને લોકડાઉનમાં પણ લોકોને મનોરંજન પહોંચાડે.
તમે પણ નિહાળો આ સરસ મઝાના ગીતને !!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.