ખબર

‘તમે પથ્થર પર લીસોટા પાડનાર માણસ છો!’ રડી પડેલા ઇસરો પ્રમુખની મોદીએ ક્યાંય સુધી પીઠ થપથપાવી

ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન – ૨ અંતિમ ઘડીએ નિષ્ફળ નીવડ્યું. ચંદ્રની સપાટી પર ઉતરી રહેલાં વિક્રમ લેન્ડર સાથે છેલ્લી ૬૯ સેકન્ડો રહી એ વખતે જ સંપર્ક તૂટી ગયો. ઇસરોના વૈજ્ઞાનિકોએ આની પાછળ જે મહેનત કરી હતી એ અંતિમ સમયે સફળ ના રહી એ અત્યંત દુ:ખની વાત તો છે જ. પણ આપણા વૈજ્ઞાનિકોનું હીર એવું છે કે તેઓ નિરાશા ખંખેરીને ફરીથી બેઠા થઈ શકે છે!

રાત્રે ૧-૫૧ કલાકે ચંદ્રયાન સાથેનો સંપર્ક તૂટ્યો એટલે ઇસરોના કેન્દ્રમાં સન્નાટો છવાઈ ગયો. સ્ક્રિન પરના આંકડાઓ સજ્જડ રીતે ચોંટી ગયા અને સતત તાકી રહેલા વૈજ્ઞાનિકોના મુખ પર પણ અણધારી નિરાશા છવાઈ ગઈ. થોડીવાર તો સમજવું મુશ્કેલ થઈ પડ્યું કે થયું છે શું?! એ પછી ઇસરોના પ્રમુખ કે.સિવને જાહેરાત કરી કે, યાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે! અહીં હાજર વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની પીઠ થબથબાવી અને હોંસલો બુલંદ રાખવા જણાવ્યું.

એ પછી સવારે આઠ વાગ્યે ઇસરોના સેન્ટર પર વડાપ્રધાન ફરીવાર આવ્યા અને સ્પીચ આપી. એ પછી એક એવું દ્રશ્ય સર્જાયું, જે જોનારા કોઈની પણ આંખમાં આંસું લાવે તેવું હતું!

વડાપ્રધાન મોદી ઇસરોના પ્રમુખ કે.સિવનને મળ્યા ત્યારે સિવન અત્યંત ભાવુક થયેલા હતા. મિશનની નિષ્ફળતાની વ્યથા તેના મુખ પર સ્પષ્ટ રીતે ઝલકતી હતી. કે.સિવન એક પળે તો રડી જ પડ્યા! વડાપ્રધાને એમને ગળે વળગાડી અને ક્યાંય સુધી પીઠ થપથપાવી. એ વખતે વડાપ્રધાનની આંખો પણ ભીની હતી. આ એક વિરલ નજારો હતો! અનેક વર્ષોની સતત મહેનત બાદ પણ સફળતા ન મળે ત્યારે વૈજ્ઞાનિકના મન પર કેવી ગાઢ અસર પડે તે કે.સિવનના ચહેરા પરથી જણાતું હતું. વડાપ્રધાને ક્યાંય સુધી તેમને ગળે વળગાડીને સાંત્વના આપી હતી.

નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહેલું કે, “તમે માખણ પર નહી, પથ્થર પર લિસોટા પાડનારા માણસો છો!” અને ઇસરોનો ઇતિહાસ જોતા તો એવું સાફસાફ લાગે જ છે!

મોડી રાત્રે ચંદ્રયાન 2 ચંદ્ર પર ઉતરતા પહેલા 2.1 કિમી દૂર હતું ત્યારે સંપર્ક તૂટ્યો. ઇસરો આંકડાની રાહ જોઇ રહ્યું હતું. જયારે અચાનક ચંદ્ર પર પહોંચતા પહેલા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકોના ચેહરા પર ચિંતા દેખાઇ હતી. ત્યારે પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારતા કહ્યું કે તમે બહુ જ સારૂ કામ કર્યું છે.

 

વિક્રમ સાથે સંપર્ક તૂટી જતાં વૈજ્ઞાનિકો નિરાશ થઈ ગયા હતા. જેને લઈને નરેન્દ્ર મોદીએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તમારા પર મને ખૂબ જ ગર્વ છે.

PM નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કર્યા

મોદીજીએ કહ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રાખે છે. આ કોઇ નાની ઉપલબ્ધિ નથી. દેશ તમારા લોકોની મહેનત પર ગર્વ છે. મારા તરફથી તમને બધાને શુભેચ્છાઓ. તમે લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મદદ કરી છે. આગળ પણ પ્રયાસ ચાલુ રાખીશું. હું સમગ્ર રીતે તમારી સાથે છું. ઓલ ધ બેસ્ટ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks